ગુજરાત

gujarat

ETV Bharat / city

Chocolate Day 2022: જામનગરના યુવાનો વેલેન્ટાઈન વીક પાછળ થયા ઘેલા, તાજમહેલ અને કપલ ચોકલેટ બની ફેવરિટ

જામનગરમાં ચોકલેડ ડેની (Chocolate Day 2022) ઉજવણી માટે વિશેષ તૈયારી કરવામાં આવી છે. અહીં વેપારીઓએ તાજમહેલ અને કપલ ચોકલેટ તૈયાર કરી છે. આ ચોકલેટ યુવાનોમાં આકર્ષણનું (Taj Mahal couple chocolates in Jamnagar) કેન્દ્ર બની છે.

Chocolate Day 2022: જામનગરના યુવાનો વેલેન્ટાઈન વીક પાછળ થયા ઘેલા, તાજ મહેલ અને કપડ ચોકલેટ બની ફેવરિટ
Chocolate Day 2022: જામનગરના યુવાનો વેલેન્ટાઈન વીક પાછળ થયા ઘેલા, તાજ મહેલ અને કપડ ચોકલેટ બની ફેવરિટ

By

Published : Feb 9, 2022, 11:55 AM IST

Updated : Feb 9, 2022, 2:23 PM IST

જામનગરઃ અત્યારે વેલેન્ટાઈન સપ્તાહની (Valentine Week 2022) શરૂઆત થઈ છે. ત્યારે જામનગરમાં પણ યુવાનોમાં આ સપ્તાહને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જામનગરમાં અત્યારે ખાસ કરીને વેપારી વર્ગે ચોકલેટ ડે નિમિત્તે (Chocolate Day 2022) વિવિધ ગિફ્ટ, મીઠાઈ વગેરે બનાવી આ દિવસને ખાસ બનાવવાનો પ્રયાસ કર્યો છે.

વેપારીઓએ તૈયાર કરી વિશેષ ચોકલેટ

આ પણ વાંચો-સુરતની શાળાઓએ વેલેન્ટાઈન ડેને માતૃ-પિતૃ પૂજન ડે તરીકે ઉજવ્યો

વેપારીઓએ તૈયાર કરી વિશેષ ચોકલેટ

જામનગરમાં વેલેન્ટાઈન ડેને ધ્યાનમાં રાખીને વેપારીઓ ખાસ પ્રકારની તૈયારી કરી રહ્યા છે. તેમાં પણ વેપારીઓએ હાલમાં તાજમહેલ અને કપલ ચોકલેટ તૈયાર (Taj Mahal couple chocolates in Jamnagar) કરી છે, જે યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

તાજમહેલ અને કપલ ચોકલેટ

આ પણ વાંચો-Valentine Week 2022: કોઈ તમને કેટલો પ્રેમ કરે છે, તે જાણવું હોય તો આ લવ ટેમ્પરેચર મશીન છે તમારા કામનું...

તાજમહેલ અને કપલ ચોકલેટ

જામનગરમાં ઈન્દ્રષ્પદમાં આવેલી એક દુકાનના માલિક ઝૂગલ ચોટાઈએ આ વખતે વેલેન્ટાઇનને ધ્યાને રાખી ચોકલેટની અલગ અલગ પ્રકારની અનેક આઈટમ (Chocolate Day 2022) તૈયાર કરી છે. તેમનું કહેવું છે કે, આ વખતે ખાસ તાજમહેલ, કપલ, રોઝ, હાર્ટ સેપમાં ચોકલેટ તૈયાર (Taj Mahal couple chocolates in Jamnagar) કરી છે. લોકોમાં ખાસ તાજમહેલ જે પ્રેમની નિશાની છે, તે અને કપલ ચોકલેટ ખુબ જ ડિમાન્ડમાં છે.

કેમ મનાવવામાં આવે છે ચોકલેટ ડે?

વર્ષના સૌથી રોમેન્ટિક સાપ્તાહની (Valentine Week 2022) શરૂઆત થઈ ચૂકી છે. 7 દિવસ સુધી વિવિધ દિવસની ઉજવણી બાદ 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન દિવસ આવે છે. આ સાત દિવસ દરમ્યાન 9 ફેબ્રુઆરીએ ચોકલેટ દિવસ (Chocolate Day 2022) ઉજવવામાં આવે છે.

જાણો, ચોકલેટ અને પ્રેમનું કનેક્શન

એવુ માનવામાં આવે છે કે, ચોકલેટના કારણે સબંધોમાં મીઠાશ અને મજબૂતી આવે છે. ચોકલેટ અને પ્રેમના કનેક્શન જાણવા અનેક સંશોધન થયાં જેમાં જાણવા મળ્યું કે, ચોકલેટ (Chocolate Day 2022) ખાવાથી લવ લાઈફ તાજગી ભરી રહે છે. વૈજ્ઞાનિક રીતે સમજીએ તો, ચોકલેટમાં રહેલા થિયોબ્રોમાઈન અને કેફિન મગજમાં ઈન્ડોરફીન રિલીઝ કરે છે, જેના કેરને મન અને શરીરને આરામનો અનુભવ થાય છે.

Last Updated : Feb 9, 2022, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details