જામનગર: હાપા યાર્ડમાં મરચાંની ધૂમ આવક થઈ છે. જેના કારણે યાર્ડમાં આજથી મરચાની આવક બંધ કરવામાં આવી છે. કારણ કે હાપા માર્કેટ યાર્ડમાં 20,000 ભારી મરચાંની આવક થઈ છે. 220 જેટલા વાહનોમાં મરચાંનો પાક (Chilli Crop income in Jamnagar) લઇને ખેડૂતો આવી પહોંચ્યાં છે જેથી યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.જેના પગલે યાર્ડ દ્વારા નવી આવક લેવાનું બંધ કરવામાં (Chili Crop at Hapa Market Yard 2022 ) આવ્યું છે.
હાપા માર્કેટ યાર્ડ ખેડૂતોની પહેલી પસંદ
સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, એરંડા, ઘઉં, જીરુ, મરચાં (Chilli Crop income in Jamnagar) અને અજમાના ભાવ ખેડૂતોને સૌથી ઊંચા હાપા માર્કેટ યાર્ડ જોવા મળી રહ્યાં .છે જેના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ હાપા માર્કેટિંગ યાર્ડ (Chili Crop at Hapa Market Yard 2022 ) ખાતે લાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં મરચાના ઉત્પાદનનું પીઠું કહેવાતા જોટાણાના દેશી મરચાની બોલબાલા
આ વર્ષે ભાવ શું છે?
ચાલુ વર્ષે 50386 મણ મરચાંની આવક થઇ છે જેમાં ખેડૂતોને મણના 2200થી 4000 રૂપિયા ભાવ મળી રહ્યા છે.
ગત વર્ષે શું ભાવ હતાં?
ગત વર્ષે જામનગર હાપા યાર્ડમાં મરચાંની સારી એવી આવક થઈ હતી અને ખેડૂતોને ભાવ પણ સારા મળ્યા હતાં. ગત વર્ષે 15035 મણ મરચાંની આવક થઈ હતી. યાર્ડમાં જેમાં મણના 1850થી 3690 રૂપિયા ભાવ ખેડૂતોને મળ્યાં હતાં