- નાના ભૂલકાઓને જામનગર જિલ્લામાં પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું છે
- રાજ્ય સરકારે બાળકોને પૂરતું પોષણ મળી રહે તે માટે આંગણવાડીની સુવિધાઓ ઉભી કરી
- બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે જરુરી
- બાળકો કુપોષણનો ભોગ ન બને તે ધ્યાનમાં રાખવામાં આવે છે
જામનગરઃ રાજ્ય સરકારે બાળકોને પૂરતું પોષણ મળી રહે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડીની સુવિધાઓ ઉભી કરી છે. જો કે આંગણવાડીઓમાં બાળકોને પૌષ્ટિક આહાર મળે છે, સાથે સાથે આ બાળકો દૂષિત પાણી નથી આરોગી રહ્યાને તે જાણવાનો પ્રયાસ ETV BHARAT દ્વારા કરવામાં આવ્યો છે. જૂઓ આ અહેવાલ.
બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડીની સુવિધાઓ ઉભી કરવામાં આવી આ પણ વાંચોઃ વઘઈ કૃષિ યુનિવર્સિટીમાં નાગલી પાકનું સંશોધન કેન્દ્ર વિકસાવવામાં આવ્યું
પૌષ્ટિક આહારની સાથે સાથે પીવાનું શુદ્ધ પાણી પણ બાળકોને મળવું જોઈએ
જામનગર શહેરની વાત કરવામાં આવે તો તમામ વોર્ડમાં રાજ્ય સરકારે આંગણવાડીની વ્યવસ્થા ઊભી કરી છે. મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી રુઝુતા જોશી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે, શહેરની તમામ આંગણવાડીઓમાં સાફ-સફાઈ અને બાળકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. અમુક જગ્યાએ પાણીની સમસ્યા હતી તે દૂર કરવામાં આવી છે. આંગણવાડી કર્મચારીઓને પણ તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. બાળકો કુપોષણનો ભોગ ન બને તે ધ્યાનમાં રાખવામાં આવે છે.
નાના ભૂલકાઓને જામનગર જિલ્લામાં પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું છે શહેરી વિસ્તારોમાં નલ સે જલ યોજના દ્વારા ઘરે ઘરે શુદ્ધ પાણી પહોચાડવામાં આવી રહ્યું છે
જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ માતા અને બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર અનેક યોજનાઓ દ્વારા મહિલાઓ અને બાળકોમાં રહેલી ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. શહેરી વિસ્તારોમાં નલ સે જલ યોજના દ્વારા ઘરે ઘરે શુદ્ધ પાણી પહોચાડવામાં આવી રહ્યું છે. જામનગર શહેરમા આવેલી 309 આગડવાડીઓ અને જિલ્લાની 1100 આગડવાડીઓમાં આવતા બાળકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે RO પ્લાન્ટ તેમજ ફિલ્ટર પ્લાન્ટની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે.
રાજ્ય સરકારે બાળકોને પૂરતું પોષણ મળી રહે તે માટે આંગણવાડીની સુવિધાઓ ઉભી કરી આ પણ વાંચોઃ કોરોના વેક્સિનેશનથી ઉત્પન્ન થયેલો બાયો-મેડિકલ વેસ્ટ કેવી રીતે નિકાલ પામે છે? જુઓ વિશેષ અહેવાલ
ETV BHARATની ડેપ્યુટી કમિશ્નર વત્સાણી સાથે ટેલિફોનિક વાતચીત
જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર વત્સાણીએ ETV BHARAT સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારનો એપ્રોચ રાખવામાં આવ્યો છે તેના સારા પરિણામો મળી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં બાળકોને પૌષ્ટિક આહારની સાથે શુદ્ધ પીવાનું પાણી મળે તે પણ જરૂરી છે.