- અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના દિપેન ભદ્રને જામનગરમાં ટીમ બનાવી હતી
- બોગસ પાસપોર્ટના આધારે યુકેમાં પ્રવેશ મેળવવાના આરોપસર લંડન પોલીસે તેની અટકાયત કરી
- કુખ્યાત જયેશ પટેલ ડરાવી ધમકાવી ખંડણી વસૂલતો હતો
જામનગરઃ જામનગરમાં કેટલાક બિલ્ડરો, કારખાનેદારો, વેપારીઓ વગેરેને કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ ડરાવી ધમકાવી ખંડણી વસૂલતો હોવાની વિગત સાથેની ટ્વિટ કરવામાં આવતા 6 મહિના પહેલાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી દિપન ભદ્રનને જામનગરમાં SP તરીકે મૂકવામાં આવ્યા હતા. જયેશ પટેલના નેટવર્કને તોડી નાખવા માટે આ અધિકારીની જામનગરમાં નિયુક્તિ કરવામાં આવ્યા પછી SPએ પોતાના અધિકારીઓની ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં મળેલી કેટલીક વિગતોના આધારે જયેશ પટેલ અને તેની ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કરતી ટોળકી સામે કાયદાકીય સકંજો કસવા માટે પોલીસે તજવીજ કરી હતી.
આ પણ વાંચોઃવાપીમાં રેમડેસીવીરની કાળા બજારી કરતા 2 શખ્સોની SOGની ટીમે ધરપકડ કરી
બિલ્ડર, વકીલ, નગરસેવક, પૂર્વ પોલીસકર્મી સહિતના છે આરોપીઓ
જિલ્લા પોલીસ વડા ભદ્રનની સૂચનાથી જામનગર LCBના PI કે. જી. ચૌધરીએ પોતે ફરિયાદી બની જયેશ પટેલ તથા તેની ટોળકીના ગણાતા બિલ્ડર નિલેશ ટોલિયા, મુકેશ અભંગી, પૂર્વ નગરસેવક અતુલ ભંડેરી, નિવૃત્ત પોલીસ કર્મચારી વસરામ મિયાત્રા, પ્રવિણ ચોવટીયા, શેર બજારનો વ્યવસાય કરતા પ્રફુલ પોપટ, ફોરેન કરન્સીના વ્યવસાય સાથે સંકળાયેલા જિગર આડતિયા તેમજ એડવોકેટ વી. એલ. માનસાતા અને જયેશના ડાબા-જમણા હાથ ગણાતા જસપાલસિંહ, યશપાલસિંહ જાડેજા સહિત 14 લોકો સામે ગુજસીટોક કાયદા હેઠળ જામનગરનો પ્રથમ ગુનો નોંધાવ્યો હતો.
આ પણ વાંચોઃફલોદીમાં જેલ તોડીને ભાગનારા 16માંથી 2 કેદીની પોલીસે ધરપકડ કરી