- વાલસુરામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
- ‘યોગ સાથે રહો, ઘરે રહો’ થીમ અંતર્ગત ઉજવણી
- આશરે 200 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો
જામનગરઃ INS વાલસુરા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (World Yoga Day)ની ઉજવણી કરવામાં આવી હતી. ‘યોગ સાથે રહો, ઘરે રહો’ થીમ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી. યુનિટ દ્વારા આયોજિત અસંખ્ય પ્રવૃત્તિઓમાં સેવાના કર્મચારીઓ, તાલીમાર્થીઓ, સંરક્ષણ નાગરિકો, DSCના જવાનો અને પરિવારો સહિત આશરે 200 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
યોગાસનો વિશે જ્ઞાન અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે કરાયું આયોજન
આ કાર્યક્રમની શરૂઆત બેસ્ટસેલર ‘કોર્પોરેટ ચાણક્ય’ અને અન્ય ચાણક્ય શ્રેણીના જાણીતા લેખક ડૉ.રાધાકૃષ્ણન પિલ્લઇ(Dr. Radhakrishnan Pillai) ના ઓનલાઇન સંબોધનથી થઈ હતી. વ્યાખ્યાન પૂર્ણ થયા પછી પરિવારો માટે યોજાયેલી વર્ચુઅલ સ્લોગન સ્પર્ધા (Slogan competition), તેમજ તાલીમાર્થીઓ માટે યોજાયેલી ઓનલાઇન ક્વિઝ સ્પર્ધા (Online quiz competition)ના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. બંને સ્પર્ધાઓનું આયોજન COVID-19 પ્રોટોકોલને પગલે વિવિધ યોગાસનો વિશે જ્ઞાન અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું.