• જામનગરમાં છેલ્લા ૨૦ વર્ષથી ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજાની કરવામાં આવે છે ઉજવણી
• યુપી બિહારના લોકો ઉજવે છે છઠ્ઠ પૂજા
• ધારાસભ્ય વિક્રમ માડમ રહ્યા ઉપસ્થિત
જામનગર: શહેરમાં છેલ્લા 20 વર્ષથી ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ શહેરના રવિ પાર્ક અને બાલાજી પાર્ક સહિતના વિસ્તારોમાં છઠ્ઠ પૂજાની ઉજવણી યુપી બિહારના સમુદાય દ્વારા ખૂબ જ આસ્થાભેર કરવામાં આવી હતી.
જામનગર: છઠ્ઠ પૂજાની આસ્થાભેર ઉજવણી, ધારાસભ્ય વિક્રમ માડમ રહ્યા ઉપસ્થિત યુપી અને બિહારમાં છઠ્ઠ પૂજાનું અનેરું મહત્વ
યુપી અને બિહારમાં છઠ્ઠ પૂજાનું એક અનેરું મહત્વ રહેલું છે. યુપી અને બિહારમાં ખૂબ જ ધામધુમથી છઠ્ઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા દાયકાઓથી પોતાનું વતન છોડીને ગુજરાતના જામનગરમાં રહેતા યુપી બિહાર સમુદાય દ્વારા પણ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કોરોનાની મહામારી વચ્ચે તમામ તકેદારીઓ સાથે છઠ્ઠ પૂજાની ઉજવણી હર્ષોલ્લાસ અને આસ્થાભેર કરવામાં આવી હતી.
જામનગર: છઠ્ઠ પૂજાની આસ્થાભેર ઉજવણી, ધારાસભ્ય વિક્રમ માડમ રહ્યા ઉપસ્થિત
જામનગરમાં 20 વર્ષથી પરપ્રાંતીય સમુદાય દ્વારા છઠ્ઠ પૂજાની ઉજવણી
જામનગર શહેરના રવિ પાર્ક અને બાલાજી પાર્કમાં છેલ્લા ૨૦ વર્ષથી પરપ્રાંતીય સમુદાય દ્વારા છઠ્ઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને છઠ્ઠ પૂજાનું એક વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે, ત્યારે પ્રકૃતિને પૂજવાનો એક અનેરો અવસર છઠ્ઠ પૂજામાં હોય છે. મહિલાઓ દ્વારા પાણીમાં સ્નાન કરીને આથમતા સૂર્યને અર્ધ્ય આપી અને ઉગતા સૂરજની પૂજા કરીને છઠ્ઠ પૂજાની ઉજવણી કરે છે.
જામનગર: છઠ્ઠ પૂજાની આસ્થાભેર ઉજવણી, ધારાસભ્ય વિક્રમ માડમ રહ્યા ઉપસ્થિત ઉપસ્થિત મહાનુભાવો
જામનગર ખાતે પણ ખૂબ જ મોટી સંખ્યામાં યુપી બિહારના સમુદાયની મહિલાઓ દ્વારા પૂજા કરવામાં આવી હતી. જેમાં જામનગરના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ તેમજ વિરોધ પક્ષના નેતા અલ્તાફ કોફી અને સ્થાનિક નગર સેવકો સહિત યુપી બિહાર સમુદાયના આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર: છઠ્ઠ પૂજાની આસ્થાભેર ઉજવણી, ધારાસભ્ય વિક્રમ માડમ રહ્યા ઉપસ્થિત ઉત્તર ભારતમાં દિવાળી જેટલું જ મહત્ત્વ છઠ્ઠ પૂજાનું
ઉત્તર ભારતમાં દિવાળી જેટલું જ મહત્ત્વ છઠ્ઠ પૂજાનું હોય છે. આ દિવસે પરિણીત મહિલાઓ અને પુરૂષો વ્રત રાખે છે અને સાંજે નદી કે તળાવ કિનારે સુર્યની પૂજા કરે છે. ગુજરાતમાં ખાસકરીને અમદાવાદ, સુરત, જામનગર સહિતના શહેરોમાં ઉત્તર ભારતીય સમુદાયના લોકો વસવાટ કરે છે. દરવર્ષે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ધામધૂમથી છ્ઠ્ઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે.