ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર શહેરના 482માં સ્થાપના દિવસ નિમિત્તે ખાંભીપૂજનનું આયોજન

આજે રવિવારે જામનગરનો 482મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. દરબારગઢ પાસે સ્થાપનાની ખાંભીપૂજન કરાયું. આ તકે મેયર અને સ્ટે.કમિટી ચેરમેન તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ દરમિયાન જામનગરના જામ રાજવીઓની પ્રતિમાને ફૂલહાર કરાયા.

જામનગર શહેરના 482માં સ્થાપના દિવસ નિમિત્તે ખાંભીપૂજનનું આયોજન
જામનગર શહેરના 482માં સ્થાપના દિવસ નિમિત્તે ખાંભીપૂજનનું આયોજન

By

Published : Aug 15, 2021, 3:02 PM IST

  • જામનગર શહેરના 482મા સ્થાપના દિવસની ઉજવણી
  • સ્થાપના દિવસ નિમિતે ખાંભીપૂજનનું આયોજન કરાયું
  • જામ રાજવીઓની પ્રતિમાને ફૂલહાર કરી ઉજવણી કરાઈ

જામનગર : આજે રવિવારે શ્રાવણ સુદ-7 ના જામનગર શહેરનો સ્થાપના દિવસ છે. શહેરના 482માં સ્થાપના દિવસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા દરબાર ગઢ નજીક આવેલા દિલાવર સાયકલ સ્ટોર ખાતે ખાંભીપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યે ખાંભીપૂજન કર્યા બાદ, લાલબંગલા સર્કલ ખાતે કર્નલ રાજેન્દ્રસિંહની પ્રતિમાને ફૂલહાર તેમજ તળાવની પાળમાં આવેલા જામસાહેબ જામ રાવલજીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :India Independence Day 2021 : સૈનિક સ્કુલમાં હવેથી દિકરીઓ પણ ભણી શકશેઃ વડાપ્રધાન મોદીની જાહેરાત

સાદગી પૂર્ણ રીતે કરાઇ ઉજવણી

દર વર્ષે શાસક પક્ષ દ્વારા જામનગરના સ્થાપના દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે, જો કે કોરોના મહામારી હોવાથી ગત વર્ષની જેમ આ વર્ષે પણ સાદાઈથી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો :1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની કહાની, વિરાંગનાઓની જુબાની

જામ રણજીતસિંહની પ્રતિમાને ફૂલહાર કરી ઉજવણી

શહેરમાં આવેલી જામસાહેબ રણજીતસિંહની પ્રતિમાને ફૂલહાર તથા દિગ્વીજયસિંહની પ્રતિમાને ફૂલહાર કરી જામનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે, આ તકે જામનગર મહાનગરપાલિકાના મેયર બીના કોઠારી, ડે.મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષ કટારિયા, શાસક પક્ષના નેતા કુસુમ પંડયા, સાંસ્કૃતિક કમિટીના ચેરપર્સન હર્ષાબા જાડેજા, કમિશ્નર વિજયકુમાર ખરાડી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, રાજપૂત સમાજ દ્વારા પણ શહેરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details