- પોર્નોગ્રાફી મુદ્દે સીબીઆઈના વ્યાપક દરોડા
- ગુજરાતના 3 શહેરો સહિત 14 રાજ્યોમાં CBIના દરોડા
- સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં તપાસ હાથ ધરાઈ
જામનગર: મંગળવારે CBIની ટીમે દેશભરમાં ઘણી જગ્યાએ ગેરિલા કાર્યવાહી હાથ ધરી હતી. દેશભરના 14 રાજ્યોમાં (CBI raids in 14 states) 77 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના 3 શહેરોનો (Raids in 3 cities of Gujarat) પણ સમાવેશ થાય છે. એવી પણ માહિતી છે કે CBIની ટીમ સવારથી જ તપાસ કરી રહી હતી. જેની માહિતી સાંજ સુધીમાં વાયરલ થઈ ગઈ હતી.
વેપારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા
જામનગર શહેરમાં જુદાજુદા સ્થળો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જામનગરમાં CBIને અનેક વેપારીઓ પાસેથી પોનોગ્રાફી મટીરીયલ પણ મળી આવ્યું છે. જે વેપારીઓ પાસેથી પોનોગ્રાફીનું (child pornography) મટીરીયલ મળી આવ્યું છે તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
જૂનાગઢ, ભાવનગર, જામનગરમાં તપાસ
મળતી માહિતી મુજબ ગેરિલા કાર્યવાહી ગુજરાતમાં જૂનાગઢ, ભાવનગર, જામનગર સહિત દિલ્હી, ઉત્તર પ્રદેશના કોચ, જાલૌન, મૌ, ચંદૌલી, વારાણસી, ગાઝીપુર, સિદ્ધાર્થનગર, મુરાદાબાદ, નોઈડા, ઝાંસી, ગાઝિયાબાદ અને મુઝફ્ફર નગરમાં થઈ રહી છે. પંજાબના સંગરુર, માલેરકોટલા, હોશિયારપુર અને પટિયાલામાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ સિવાય અન્ય ઘણી જગ્યાએ પણ કાર્યવાહીના અહેવાલ છે.
વિવિધ સિન્ડિકેટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા બાળ પોર્નોગ્રાફી ફેલાવી રહી છે
14 નવેમ્બરે 83 આરોપીઓ સામે 23 અલગ-અલગ કેસ નોંધાયા હતા. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભારત અને વિદેશમાં સ્થિત વ્યક્તિઓની વિવિધ સિન્ડિકેટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા બાળ જાતીય શોષણ સામગ્રી (બાળ પોર્નોગ્રાફી) ફેલાવી રહી છે. આમાં તે લોકો શામેલ છે જેમણે તેને ડાઉનલોડ કર્યું અને જોયું. FIRમાં એવો પણ આરોપ છે કે, લોકો લિંક્સ, વીડિયો, ઈમેજીસ, ટેક્સ્ટ, પોસ્ટનો પ્રસાર કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા ગ્રુપ્સ અને થર્ડ પાર્ટી હોસ્ટિંગ પ્લેટફોર્મ પર આવી સામગ્રી હોસ્ટ કરી રહ્યાં છે. તપાસમાં દેશભરમાં આવા 77 શહેરોની ઓળખ કરવામાં આવી છે. જ્યાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીની (child pornography) આ સિન્ડિકેટ કાર્યરત હતી.