ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત - jamnagar news

જામનગરમાં કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપ ચાલાવતા કાર ચાલકે એકાએક કાબુ ગુમાવતા ડિવાઈર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

car accident happened in jamnagar
કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયો અકસ્માત

By

Published : Feb 3, 2020, 5:01 PM IST

જામનગરઃ શહેરમાં રવિવાર મોડી રાત્રે પંચવટી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવી રહેલી કાર ડિવાઇડર સાથે અથડાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી, પણ ડિવાઈડર સાથે કાર અથડાતા તેનું કચ્ચરઘાણ નીકળી ગયુ હતુ.

કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયો અકસ્માત

જામનગરમાં છેલ્લાં ઘણા સમયથી અકસ્માતનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. ખાસ કરીને બેદરકારી પૂર્વક ડ્રાઈવિંગ કરવાના કારણે અકસ્માત થતા હોવાનું બહાર આવ્યું હતું. કાર એટલી ઝડપથી ડિવાઈડર સાથે અથડાઈ હતી કે, ડિવાઈડર પણ તૂટી ગયું હતું. પોલીસને અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details