ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર વોર્ડ નંબર 7ના ઉમેદવાર વ્હીલચેરમાં આવ્યા ફોર્મ ભરવા - જામનગર ભાજપ

સ્થાનિકની ચૂંટણીમાં નામાંકન પત્ર ભરવાનો શનિવારે છેલ્લો દિવસ હતો, ત્યારે જામનગરમાં જિલ્લા પંચાયત ખાતે હેન્ડીકેપ ઉમેદવાર ગોપાલ સોરઠીયાએ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું.

જામનગર વોર્ડ નંબર 7ના ઉમેદવાર વ્હીલચેરમાં આવ્યા ફોર્મ ભરવા
જામનગર વોર્ડ નંબર 7ના ઉમેદવાર વ્હીલચેરમાં આવ્યા ફોર્મ ભરવા

By

Published : Feb 7, 2021, 9:12 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ
  • જામનગરમાં તમામ પક્ષના ઉમેદવારોએ ભર્યું ફોર્મ
  • ભાજપના ઉમેદવારને પગમાં ફેક્ચર હોવા છતાં આવ્યા ફોર્મ ભરવા

જામનગરઃ સ્થાનિકની ચૂંટણીમાં નામાંકન પત્ર ભરવાનો શનિવારે છેલ્લો દિવસ હતો, ત્યારે જામનગરમાં જિલ્લા પંચાયત ખાતે હેન્ડીકેપ ઉમેદવાર ગોપાલ સોરઠીયાએ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું.

સોશિયલ મીડિયાથી કરશે ચૂંટણી પ્રચાર

ગોપાલ સોરઠીયાના પગમાં ફ્રેક્ચર હોવાના કારણે ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે નહીં. જેથી તે સોશિલ મીડિયા મારફતે મનપા ચૂંટણીનો પ્રચાર કરશે. ઉલ્લેખનીય છે કે, વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવાર ગોપાલ સોરઠીયાનો થોડા સમય પહેલા અકસ્માત થયો હતો. જેથી તેમના પગમાં ફેક્ચર થયપં છે. ફેક્ચર થવાથી ગોપાલ સોરઠીયા પોતાનું નામાંકન પત્ર ભરવા માટે જિલ્લા પંચાયત ખાતે વ્હીલચેરમાં આવ્યા હતા અને તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details