જામનગરઃ ભાજપા અધ્યક્ષ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજપુતોના ઈતિહાસ દર્શાવતું મ્યૂઝિયમ (Rajput History Museum) બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જામનગરના ધ્રોલના ભૂચરમોરીના મેદાન ખાતે યોજાયેલ શૌર્ય કથા સપ્તાહ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાં હતાં. ધ્રોલના ત્રિકોણ બાગથી શૌર્ય કથા સપ્તાહ (Bhuchar Mori Maidan Shaurya Katha 2021 ) કાર્યક્રમ સ્થળ સુધી વિશાળ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
શૌર્ય કથા સપ્તાહ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાં હતાં આ પણ વાંચોઃ 46th GST Council Meeting 2021: કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આજે યોજાશે GST કાઉન્સિલની બેઠક
કાપડ પર GST દર યથાવત
આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે કહ્યું કે (C R Patil Reaction On GST) કાપડ પર જીએસટી વધારવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે.
નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બેઠકમાં નિર્ણય
પાટીલે કહ્યું કે નાણાંપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 46મી બેઠકમળી હતી. બેઠકમાં સસ્તાં કાપ પર જીએસટી દર (C R Patil Reaction On GST 5) ટકાથી વધારીને 12 ટકા કરવા પર સહમતી સધાઈ ન હતી. તેનાથી સામાન્ય માણસને મોટી રાહત મળશે. નવા વર્ષમાં હવે રેડીમેડ કપડાં મોંઘા નહીં થાય.
આ પણ વાંચોઃ C R Patil In Anand 2021 : ગુજરાતમાં Covid-19 Third Wave નો સંકેત આપી ધૂળ ખંખેરી તૈયાર રહેવા કહ્યું