ગુજરાત

gujarat

ETV Bharat / city

CSC સેન્ટરના મેનેજર વતી 20 હજારની લાંચ લેનાર વચેટિયાની ધરપકડ - લાંચની માગણી

જામનગર: કાલાવડમાં લાંચ રૂશ્વત વિરોધી શાખાની ટીમે છટકું ગોઠવી CSC સેન્ટરના મેનેજર વતી રૂપિયા 20 હજારની લાંચ લેનારને રંગે હાથે ઝડપી પાડયો છે. ACBએ ધરપકડ કર્યા બાદ બન્ને વિરૂધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Bucharest arrested for taking bribe of Rs 20,000 on behalf of the manager of the CSC Center
CSC સેન્ટરના મેનેજર વતી 20 હજારની લાંચ લેનાર વચેટિયાની ધરપકડ

By

Published : Dec 13, 2019, 3:26 PM IST

ઈ-સ્ટેમ્પિંગના લાયસન્સ મેળવવા માટે લાંચની માગણીની ફરિયાદ મળતાવી સાથે ACBની ટીમે એક છટકું ગોઠવ્યું હતું. જેના આધારે ACBની ટીમે લાંચ માગનારની ધરપકડ કરી છે. ધરપકડ કર્યા બાદ ACBએ મેન્જર સહિત બન્ને આરોપી વિરૂધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

CSC સેન્ટરના મેનેજર વતી 20 હજારની લાંચ લેનાર વચેટિયાની ધરપકડ

જામનગર જિલ્લામાં કાર્યરત CSC સેન્ટરમાં લાયસન્સ મેળવવા માટે એક કોમ્પ્યુટર ઓપરેટરે જિલ્લા મેનેજર અંકિતભાઈ શાહનો સંપર્ક સાધ્યો હતો. અને ત્યારબાદ 20 હજારની લાંચ માગવા અંગેની ફરિયાદ કરી હતી. કોમ્પ્યુચર ઓપરેટરની ફરિયાદના આધારે ACBની ટીમ દ્વારા ગુરૂવાર સાંજે કાલાવડમાં માંડવી ચોક પાસે શ્રી ડિજિટલ એન્ડ કોમ્પ્યુટર નામની દુકાનમાં ટ્રેપ ગોઠવવામાં આવ્યું હતું.

આ ટ્રેપમાં ACBએ CSC સેન્ટરના જિલ્લા મેનેજર વતી રૂપિયા 20 હજારની લાંચ સ્વીકારનાર સંદીપ વોરાને રંગેહાથે ઝડપી પાડયો છે.

ABOUT THE AUTHOR

...view details