ગુજરાત

gujarat

ETV Bharat / city

Sexual Harassment Case : પોલીસે ઝડપેલા બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા - Sexual Harassment Case

જામનગરની કોવિડ હોસ્પિટલમાં 60 થી વધુ એટેન્ડન્ટ યુવતીઓ સાથે જાતિય સતામણી કરાયાના આક્ષેપ બાદ આ પ્રકરણના પડઘાં ગાંધીનગર સુધી પડયા હતાં. જેમાં રાજ્યના ગૃહમંત્રીના આદેશ બાદ કલેકટર દ્વારા ત્રણ સભ્યોની સમિતિ બનાવી ભોગ બનનારના નિવેદનો લેવામાં આવ્યા હતાં અને આ રિપોર્ટ કલેકટરને સોંપાયા બાદ આ મામલે પોલીસે વિધિવત બે શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધી બન્નેની અટકાયત કરી કોવિડ પરીક્ષણ કરાવીને અદાલતમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

Sexual Harassment Case
Sexual Harassment Case

By

Published : Jun 23, 2021, 10:52 PM IST

  • જાતીય સતામણીના કેસમાં ત્રણ સભ્યોની સમિતિ બનાવી હતી
  • ભોગ બનનાર એટેન્ડન્ટના નિવેદનો વીડિયો રેકોર્ડિંગ સાથે લેવામાં આવ્યા
  • બે શખ્સોને વિરુધ્ધ ગુન્હો નોંધીને બન્ને શખ્સોની અટકાયત

જામનગર: કોવિડ હોસ્પિટલના જાતીય સતામણી (Sexual Harassment) ના ચકચારી પ્રકરણમાં રાજ્ય સરકાર દ્વારા તપાસ સમિતિના આદેશ બાદ બનાવેલી ત્રણ સભ્યોની સમિતિએ તૈયાર કરેલો રિપોર્ટ કલેક્ટરને સોંપાયો હતો. આ કેસમાં પોલીસે મંગળવારની રાત્રે એલ. બી. પ્રજાપતિ અને અકબર અલી નામના બે શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધીને બન્નેની અટકાયત કરી હતી. જ્યારબાદ તેમના કોરોના રિપોર્ટ કરાવીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

Sexual Harassment Case : પોલીસે ઝડપેલા બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા

HR મેનેજર એલ.બી. પ્રજાપતિ સહિતનાઓ સામે ગુન્હો નોંધવા માંગણી

નિવેદનનો પીડિતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ આ ચકચારી પ્રકરણમાં અનેક મહિલા સંગઠનો (women's organization)એ પીડિતોને સપોર્ટ કરીને તાત્કાલિક HR મેનેજર એલ.બી. પ્રજાપતિ સહિતનાઓ સામે ગુન્હો નોંધવા માંગણી કરી હતી. તેમ છતાં તંત્ર દ્વારા જવાબદારો સામે કોઈ કારણસર પોલીસ (Jamnagar Police) ફરિયાદ નોંધવામાં વિલંબ થઈ રહ્યો હતો.

આ પણ વાંચો : Sexual harassment: ETV Bharat સાથે વાત કરી જાતીય શોષણ ભોગ બનેલા એટેન્ડન્ટ્સે, ન્યાય મળશે ?

બે શખ્સો વિરુધ્ધ ગુન્હો નોંધીને બન્ને શખ્સોની અટકાયત

તપાસ દરમિયાન સમિતિ દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ કલેકટરને સોંપાયો હતો. આ ચકચારી પ્રકરણમાં આજે સાંજે પોલીસ દ્વારા એલ. બી. પ્રજાપતિ અને અકબર અલી નામના બે શખ્સો વિરુધ્ધ ગુન્હો નોંધીને બન્ને શખ્સોની અટકાયત કરી હતી. ત્યારબાદ બન્નેના કોવિડ પરિક્ષણ (Covid Report)ની કાર્યવાહી કરવામાં આવી હતી.

કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી વિવિધ પૂછપરછ કરી ધરપકડ કરાશે

કોવિડ પરીક્ષણનો રિપોર્ટ નેગેટિવ (Covid Negative Report) આવ્યા પછી વિવિધ પૂછપરછ ધરપકડ કરી હાથ ધરવામાં આવશે. અને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરીને આ પ્રકરણમાં વધુ કેટલા શખ્સોની સંડોવણી છે, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવશે. જોકે આ પ્રકરણમાં વધુ શખ્સોની સંડોવણી ખુલે તેવી શક્યતા છે.

લાલ બગલા સર્કલ ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા

યોન શોષણ મામલે મહિલા ન્યાયપંચ દ્વારા ગઈકાલથી જ જામનગરના લાલ બગલા સર્કલ ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. છેલ્લા આઠ દિવસથી યોન શોષણ મામલે કોઇપણ જાતનો નિર્ણય લેવામાં ન આવતા આખરે યોન શોષણ પીડિતો અને મહિલાની પંચ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details