- હોમગાર્ડના જવાનો માટે ગોઠવાઈ હતી વોટીંગ પ્રક્રિયા
- અધિકારીએ ભાજપની તરફેણમાં કર્યુ મતદાન
- અધિકારીઓની ધરપકડ કરવાની માગ
જામનગર: હોમગાર્ડના મિત્રોને મતદાન કરવા માટે 3 અધિકારી મતદાન મથક બનાવી ત્યાં વોટીંગની પ્રક્રિયા ગોઠવવામાં આવી હતી. જ્યાં અધિકારીઓએ જ પોતાના હાથે સિક્કા લગાવીને 80થી 85 ટકા ભાજપના તરફેણમાં મતદાન કર્યું, જ્યારે નિયમ પ્રમાણે હોમગાર્ડના જવાનોએ વોટિંગ માટે બેલેટ પેપર ઘરે લઈ જવાનું હોય છે અને પોતાનો મત આપી જે તે અધિકારીને 2-3 દિવસમાં જમા કરાવવાનો હોય છે.
જામનગરમાં કરાયું બોગસ મતદાન કલેકટરની મંજૂરી વિના શરૂ કર્યું હોમગાર્ડના જવાનોનું મતદાન
આ સમગ્ર મામલાને કોંગ્રેસના પીઢ નેતા વિક્રમ માડમ તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા અને વિરોધ પક્ષના નેતા અલતાફ ખફીએ કલેક્ટરના ધ્યાને દોર્યો હતો, ત્યારે કેલક્ટરે જણાવ્યું હતું કે, એમની જાણ બહાર બધું થયું હતું.
કોંગ્રેસની રજૂઆત બાદ કલેક્ટરે મતદાન રદ કર્યું
કલેક્ટરે સમગ્ર મામલાની તપાસ કરી હતી અને 400 જેટલા બેલેટને રદ કરી ફરીથી મતદાન કરાવવાનું કહેવામાં આવ્યું હતું, જ્યારે કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર સીધા પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપ અમારા કાર્યકતાઓને ડરાવી રહ્યા છે. લેન્ડગ્રેબિંગમાં તથા દારૂ-જુગારના ગુનામાં ફસાવી દઈશું એવી ધમકીઓ આપી રહ્યા છે અને 3 અધિકારીઓને કાયદાકીય રીતે ફરજ મોકૂફ કરવામાં આવે તેમજ તેમની ધરપકડ કરવામાં આવે એવી માગ કલેક્ટર સમક્ષ કરી હતી.