- શિવરાજપુરના દરિયા કિનારાને બ્લૂ બીચની માન્યતા મળતા બ્લૂ ફ્લેગ ફરકાવાયો
- શિવરાજપુરના દરિયા કિનારે ટેન્ટમાં રહેવા જમવાની પણ સુવિધા
- સૂર્યોદય અને સૂર્યાસ્તના મનોરમ્ય દ્રશ્યો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
જામનગર: દ્વારકાના શિવરાજપુર દરિયાને બ્લૂ બીચ જાહેર કરાતા દ્વારકા કલેકટર દ્વારા બ્લૂ ફ્લેગ લહેરાવવામાં આવ્યો છે. અહીં દરિયાનું સ્વચ્છ પાણી, દરિયાઇ જીવસૃષ્ટિ સૂર્યોદય અને સૂર્યાસ્તના મનોરમ્ય દ્રશ્યો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. શિવરાજપુર દરિયાના બીચમાં કુબેર ડાઈવિંગ દરિયાની જીવસૃષ્ટિના ચાહકો સંશોધકો તેમ જીવન સાહસિકોને આકર્ષે તેવી તમામ સુવિધાઓ અહીં છે. જેથી આ બીચને બ્લૂ બીચની માન્યતા આપવામાં આવી છે. દ્વારકા કલેકટર, પ્રાંત અધિકારી તથા બીચનો સ્ટાફ હાજર રહ્યો હતો અને ફ્લેગ લહેરાવવામાં આવ્યો હતો.
ટેન્ટમાં રહેવા જમવાની પણ સુવિધા ઉભી કરવામાં આવી