ગુજરાત

gujarat

ETV Bharat / city

હરિયા કોલેજ ખાતે યોજાયો રક્તદાન કેમ્પ - રક્તદાન કેમ્પ યોજાયો

હાલ રાજ્યમાં કોરોના વાઇરનો કહેર યથાવત છે ત્યારે આગામી 1 મેથી દેશભરમાં 18થી 44 વયના લોકોને વોક્સિન મુકવાનું મહાઅભિયાન શરૂ થશે. આ પહેલા લોકો રક્તદાન કરે તે માટે જામનગરમાં હરિયા કોલેજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

હરિયા કોલેજ ખાતે યોજાયો રક્તદાન કેમ્પ
હરિયા કોલેજ ખાતે યોજાયો રક્તદાન કેમ્પ

By

Published : Apr 29, 2021, 8:07 PM IST

  • રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
  • કોરોના વેક્સિન લીધા પહેલા બ્લડ ડોનેટ કરવું જોઈએ
  • બ્લડની અછત ના સર્જાઇ તે માટે બ્લડ ડોનેટ કરવું જોઈએ

જામનગરઃ શહેરમાં હરિયા કોલેજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કોલેજના યુવક યુવતીઓ બ્લડ ડોનેશન કરી રહ્યા છે. સાથે સાથે બહારથી લોકો મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં માટે આવી રહ્યા છે. જી. જી. હોસ્પિટલ બ્લડ બેન્કના સહયોગથી કોરોના કાળમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પ્લાઝ્મા ડોનેશન પણ કરવા માટે મોટી સંખ્યામાં લોકો આગળ આવી રહ્યા છે.

રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

આ પણ વાંચોઃ શ્રી ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં સાંસદ સી. આર. પાટીલ રહ્યાં ઉપસ્થિત

જામનગરમાં કોરોનાકાળમાં રક્તદાન કેમ્પ યોજાયો

રાજ્ય સરકારે 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને વેક્સિન આપવાની જાહેરાત કરી છે અને યુવાઓ મોટી સંખ્યામાં વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન પણ કરાવી રહ્યા છે. જો કે જામનગરની જી. જી. હોસ્પિટલમાં આવેલી બ્લડ બેન્ક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલી બ્લડ બેન્ક બાદ બીજા નંબરે આવે છે. બ્લડ બેન્કમાં કોરોના કાળમાં બ્લડનો સંગ્રહ પણ કરવામાં આવ્યો છે.

બ્લડની અછત ના સર્જાઇ તે માટે બ્લડ ડોનેટ કરવું જોઈએ

આ પણ વાંચોઃ વિરમગામ APMCમાં થેલિસિમિયા દર્દીઓ માટે ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

યુવક-યુવતીઓએ વેક્સિન લીધા પહેલા રક્તદાન કરવુ જોઈએ

જે યુવક-યુવતીઓ આગામી દિવસોમાં વેક્સિન લેશે તે એક મહિનો સુધી બ્લડ ડોનેશન નહિ કરી શકે. એટલે હરિયા કોલેજ દ્વારા યુવક-યુવતીઓને અપીલ કરવામાં આવી છે કે, વેક્સિન લીધા પહેલા તમામ લોકોએ બ્લડ ડોનેશન કરવુ જોઈએ. જેથી કોઈ બીજા વ્યકિતને એ બ્લડ આપી શકાય અને જિંદગી બચાવી શકાય. આ પ્રસંગે હરિયા કોલેજના ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જી. જી. હોસ્પિટલ બ્લડ બેન્કના સ્ટાફ દ્વારા બ્લડ એકત્રિત કરવામાં આવ્યું છે.

હરિયા કોલેજ ખાતે યોજાયો રક્તદાન કેમ્પ

ABOUT THE AUTHOR

...view details