- મજદૂર સંગઠન દ્વારા કાળીપટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન
- કૃષિ કાયદાને લઇને વિરોધ કરાયો
- સરકારની બેવડી નીતિનો કર્યો વિરોધ
જામનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાનૂનને સંસદમાં પસાર કરવામાં આવ્યો છે. જેને લઇને દિલ્હીની બોર્ડરો ઉપર ખેડૂતો તા. 26-11-2020થી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કિસાન આંદોલનને છ મહિના પૂર્ણ થવા જઇ રહ્યાં છે. તેમજ કેન્દ્ર સરકારને તા. 26-5-2021ના રોજ સાત વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સંયુક્ત કિસાન મોરચા દ્વારા તેની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર આજરોજ તા. 26ના રોજ બ્લેક-ડે તરીકે મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનું તમામ કેન્દ્રીય શ્રમિક સંગઠનોએ પણ સમર્થન કર્યું છે. જેને ધ્યાને લઇ જામનગરમાં પણ મજદૂર સંગઠનના ટ્રેડ યુનિયન દ્વારા કાળીપટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ મોદી સરકારને ‘સુપ્રીમ’ ઝટકોઃ ત્રણે કૃષિ કાયદાના અમલીકરણ પર સુપ્રીમની વચગાળાની રોક