- જામનગરમાં સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી
- રણજીત નગરમાં સરદારની પ્રતિમાંને ભાજપના કાર્યકર્તાઓએ ફૂલહાર કરી ઉજવણી કરાઈ
- ભાજપના કાર્યકરોએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પી
જામનગરઃ સરદાર પટેલની શનિવારના રોજ 145મી જન્મજયંતી છે, ત્યારે સમગ્ર દેશમાં તેમના જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી છે. રણજીત નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાજપના કાર્યકર્તાઓએ ફૂલહાર કરી અને સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી કરી છે.
જામનગરમાં ભાજપ દ્વારા સરદાર પટેલની 145મી જન્મ જ્યંતિની ઉજવણી કરાઈ ભાજપના કાર્યકર્તાઓએ કોવિડની ગાઈડલાઈનનું પાલન કરી ઉજવણી કરી
કોરોનાની મહામારી હાલ ચાલી રહી છે, જેથી ભાજપના કાર્યકર્તાઓએ માસ્ક પહેરી તેમજ કોવિડની ગાઈડલાઈનનું પાલન કરી અને સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી કરી હતી. લોંખડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી સમયે દેશને એકજુટ રાખ્યો હતો અને તમામ રજવાડાઓનું વિલીનીકરણ કર્યું હતું.
શહેર ભાજપ પ્રમુખ, મેયર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોસા મહાનગરપાલિકાના મેયર હસમુખ જેઠવા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશી તેમજ તમામ કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી ઉજવણી કરી હતી.