ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર મહાનગરપાલિકામાં 5 જુલાઈ સુધી જન્મમરણ શાખા બંધ, લોકોને હાલાકી - જામનગર મહાનગરપાલિકા

જામનગર મહાનગરપાલિકામાં જન્મમરણ નોંધણી શાખા 5 જુલાઈ સુધી બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં કોરોનાના વધતાં કેસને પગલે મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જામનગર મહાનગરપાલિકામાં 5 જુલાઈ સુધી જન્મમરણ શાખા બંધ, લોકોને હાલાકી
જામનગર મહાનગરપાલિકામાં 5 જુલાઈ સુધી જન્મમરણ શાખા બંધ, લોકોને હાલાકી

By

Published : Jun 27, 2020, 2:51 PM IST

જામનગરઃ જન્મમરણ અને લગ્ન નોંધણીની કામગીરી બંધ કરવામાં આવતાં લોકો મૂંઝવણમાં મૂકાયાં છે. મહાનગરપાલિકા દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં તેવા પ્રશ્નો કરવામાં આવી રહ્યાં છે.

જામનગર મહાનગરપાલિકામાં 5 જુલાઈ સુધી જન્મમરણ શાખા બંધ, લોકોને હાલાકી
મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યાં અનુસાર જે લોકો જન્મ અને મરણના દાખલા કઢાવવા માગતા હોય તે 5 જુલાઈ બાદ મહાનગરપાલિકામાં જન્મમરણ શાખામાં ડોક્યુમેન્ટ જમા કરાવી મેળવી શકે છે. પોતાની સાથે જે તે હોસ્પિટલ કે સંસ્થાના ડોક્યુમેન્ટ રાખવા ફરજિયાત છે.
જામનગર મહાનગરપાલિકામાં 5 જુલાઈ સુધી જન્મમરણ શાખા બંધ, લોકોને હાલાકી
મહાનગરપાલિકામાં જન્મમરણ શાખામાં દાખલા કઢાવવા માટે લોકોની ભારે ભીડ જોવા મળતાં અહીં લોકલ સંકમણ થવાની શકયતા હોવાથી મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details