- અબોલ પક્ષીઓ દોરીથી ઇજાગ્રસ્ત બની રહ્યા છે
- આ પક્ષીઓને બચાવવા એનિમલ વેલફેર ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગ આવ્યું સામે
- સ્ટોર બૂક કરી પક્ષીઓને અપાઈ રહી છે સારવાર જામનગરમાં એનિમલ વેલફેર ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા પક્ષી બચાવો અભિયાન શરૂ
જામનગર: ઉત્તરાયણના તહેવાર પર પતંગના દોરાથી અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત થતાં હોવાના બનાવો બની રહ્યા છે, ત્યારે જામનગરમાં રણમલ તળાવ ખાતે એનિમલ વેલફેર ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સ્ટોર બુક કરવામાં આવ્યો છે.આ સ્ટોરમાં ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે.
ક્યા ક્યા પક્ષીઓ ઈજાગ્રસ્ત થયાં?
શિયાળાની શરૂઆત થતાં જ જામનગરમાં વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, ઈરાન, ઈરાક અને પાકિસ્તાનમાંથી આ વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં જામનગરમાં આવે છે. જો કે, ઉત્તરાયણના તહેવાર પર આ વિદેશી પક્ષીઓ પણ ઇજાગ્રસ્ત બનતા હોય છે. આ સાથે જ કબૂતર તેમજ ચકલી, પોપટ અને અને કાગડાઓ પણ ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે.