ગુજરાત

gujarat

જામનગરમાં નવા મેયર બન્યાં બીના કોઠારી

By

Published : Mar 12, 2021, 3:54 PM IST

જામનગર મહાનગરપાલિકામાં આજે નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. જામનગરમાં નવા મેયર તરીકે બીના કોઠારીની પસંદગી કરાઈ છે. જોકે, જામનગરમાં ટાઉનહોલ ખાતે મહાનગરપાલિકાના નવા માળખાની રચના કરવા સામાન્ય સભા યોજાઈ હતી. તમામ લોકોએ શહેરમાં વિકાસકામોને વેગ આપવાની વાત કહી હતી.

જામનગરમાં નવા મેયર બન્યાં બીના કોઠારી
જામનગરમાં નવા મેયર બન્યાં બીના કોઠારી

  • ટાઉનહોલમાં નવા માળખાની રચના માટે યોજાઈ બેઠક
  • મહાનગરપાલિકા સામાન્ય સભાનું કરાયું આયોજન
  • તમામ લોકોએ વિકાસકામોને વેગ આપવાની કહી વાત

આ પણ વાંચોઃસુરતના નવનિયુક્ત મેયર હેમાલી બોઘાવાલા સાથે ETV Bharatની ખાસ વાતચીત

જામનગરઃ જામનગરમાં ટાઉનહોલ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવનિયુક્ત મેયર બીના કોઠારી જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતીશ પટેલ અને ચૂંટાયેલા તમામ કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા.

મહાનગરપાલિકા સામાન્ય સભાનું કરાયું આયોજન
આ પણ વાંચોઃરાજકોટના ડેપ્યુટી મેયર તરીકે ડૉ. દર્શિતા શાહની નિમણૂક થતાં ખાસ વાતચીત

તમામ નગરસેવકો જનરલ બોર્ડમાં ઉપસ્થિત રહ્યા

સામાન્ય સભામાં પ્રથમ દિવસે એજન્ડા મુજબ સ્ટેન્ડિંગ કમિટીની વરણી કરવામાં આવી હતી. તેમ જ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પણ નિયુક્તિ કરવામાં આવી છે. વિરોધ પક્ષના સભ્યો પણ જનરલ બોર્ડમાં હાજર રહ્યા હતા. વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફીએ પ્રથમ જનરલ બોર્ડમાં જણાવ્યું હતું કે, પક્ષપાત વિના જામનગર શહેરનો વિકાસ કરવામાં આવે તે જરૂરી છે.

તમામ લોકોએ વિકાસકામોને વેગ આપવાની કહી વાતતમામ લોકોએ વિકાસકામોને વેગ આપવાની કહી વાત
રાજકારણથી પર જઈ શહેરના વિકાસમાં તમામ લોકોએ ભાગીદારી નોંધાવવી જોઈએ

નવનિયુક્ત મેયર બીના કોઠારીએ તમામ નગરસેવકોનો આભાર માન્યો છે અને જામનગર શહેરના વિકાસ કામોમાં વેગ આપવા તમામ લોકો ટીમ વર્ષથી કામ કરે તેવી શુભેચ્છા પણ પાઠવી છે.

ABOUT THE AUTHOR

...view details