ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં બાઇક ચોરની અટકાયત, 3 બાઇક જપ્ત - બાઇક ચોર

જામનગર: શહેરના પોલીસ વિભાગની LCB ટીમ દ્વારા સગીર વયના કિશોરને 3 ચોરીના બાઈક સાથે ધરપકડ કરવામાં આવી છે.

જપ્ત કરાયેલા બાઇક

By

Published : Apr 11, 2019, 7:03 PM IST

જામનગરના રામનગર નવા આવાસ પાછળ રહેતા કાયદાથી સંઘર્ષ શીત યુવકના મકાનમાંથી 3 મોટરસાઇકલ ઝડપી પાડી છે.

આ યુવક જામનગર શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં બાઇક ચોરી કરતો હતો. તો આ અંગે LCBને બાતમી મળતા યુવકના ઘરની તલાશી લેવામાં આવી હતી.

આ આરોપીઓ પાંચ દિવસ પહેલા પાણાખાણ વિસ્તારમાંથી સ્પ્લેન્ડર બાઇકની ચોરી કરી હતી. તો સાથે જ દસ દિવસ પહેલા ખોડિયાર કોલોનીમાંથી પણ એક સ્પ્લેન્ડરની ચોરી કરી હતી. વીસેક દિવસ પહેલા ખોડીયાર કોલોની ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાંથી હીરો હોન્ડા સ્પ્લેન્ડરની ચોરી કરી હતી.

તો સંદર્ભે LCB પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. હજુ પણ અન્ય હજુ પણ અન્ય બાઈક ચોરીના ગુન્હાઓ બહાર આવે તેવી શક્યતાઓ છે.

ABOUT THE AUTHOR

...view details