- રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વિદ્યાર્થીનીઓને સાઇકલનું વિતરણ કર્યું
- સરસ્વતી સાધના યોજના અંતર્ગત 187 વિદ્યાર્થીનીઓને સાઇકલનું વિતરણ કર્યું
- ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે શાળાના પ્રાંગણમાં વિતરણ કરાયું
જામનગર :રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજે રવિવારે શહેરની જી. એસ. કન્યા વિદ્યાલય ખાતે રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ હેઠળની સરસ્વતી સાધના યોજના અંતર્ગત 187 વિદ્યાર્થીનીઓને સાઇકલનું વિતરણ કર્યું હતું.
આ પણ વાંચો : વિશ્વ સાયકલ ડે :સુરતમાં 200 જેટલી બેકાર સાયકલમાંથી સકલ્પચર તૈયાર કરવામાં આવ્યું
187 વિદ્યાર્થિનીઓને સાઇકલ અપાઈ
આ યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી જામનગર શહેરની બક્ષીપંચ, આર્થિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિની 187 વિદ્યાર્થિનીઓને સાઇકલ મળવાપાત્ર થતી હતી. જેનું રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે શાળાના પ્રાંગણમાં પ્રતિક વિતરણ કરાયું હતું.
આ પણ વાંચો : World Bicycle Day : જાણો શું કહેવું છે અમદાવાદના સૌથી જૂના સાઇકલ માર્કેટના વેપારીઓનું
કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું ?
આ પ્રસંગે મેયર બીના, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારીયા, ડેપ્યુટી મેયર તપન પરમાર, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખ હિંડોચા, વોર્ડ નં.-3ના કોર્પોરેટર સુભાષ, પરાગ, અલ્કાબા, પન્નાબેન, પ્રમુખ કરસનભાઈ ડાંગર, મંત્રી હીરાબેન, સુચેતના, સહમંત્રી મુક્તાબેન તથા પ્રતિમા, દિનેશ પટેલ પૂર્વ મેયર, દિલીપ સિંહ જાડેજા, નિતીન સોલાણી, નરેન ગઢવી, નગીન ખીરસરીયા, સ્વરૂપાબા જાડેજા, હંસાબેન ભંડેરી, ભાવેશ કાનાણી, આદિત્ય ત્રિવેદી, વિનય ઠાકર, વિક્રમસિંહ જાડેજા, રાજુ મારફતિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.