ગુજરાત

gujarat

ETV Bharat / city

વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચ્યા ભૂપેન્દ્ર પટેલ

આજે (સોમવાર) ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે તે પહેલા તેઓ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને વિજય રૂપાણીને મળ્યા હતા. ભૂપેન્દ્ર પટેલનો શપથ સમારોહ રાજભવન ખાતે અઢી વાગે યોજાવવાનો છે.

cm
વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચ્યા ભૂપેન્દ્ર પટેલ

By

Published : Sep 13, 2021, 12:13 PM IST

  • ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા વિજય રૂપાણીના નિવાસ સ્થાને
  • નીતિન પટેલને પણ મળ્યા
  • આજે અઢી વાગે શપથ સમારોહ

ગાંધીનગન : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022માં છે પણ રાજકિય હલચલ શનિવારથી ચાલી રહી છે. શનિવારે એકાએક વિજય રૂપાણીએ રાજીનામુ આપી દેતા રાજનૈતિક કોરીડોરમાં ભૂંકપ આવી ગયો હતો. રૂપાણીની સાથે સાથે આખુ પ્રધાન મંડળ વિખેરાઈ ગયું હતું. રૂપાણીના રાજીનામાં બાદ અનેક મોટા માથાઓના નામ ચર્ચામાં હતા જેમની રાજ્યના મુખ્ય પ્રધાન બનવાની શક્યતાઓ હતી, પણ મુખ્યપ્રધાન ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને બનાવવામાં આવ્યા હતા જેમનું દુર-દુર સુધી નામ ચર્ચામાં નહોતું.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટમાં આજે પેગાસસ જાસુસી મામલા અંગે સુનાવણી, જાણો સમગ્ર મામલો

આજે ભૂપેન્દ્ર પટેલ રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે રાજભવનમાં અઢી વાગે શપથ લેશે. આ શપથવિધીમાં અમિત શાહ પણ હાજાર રહેવાના છે અને હરીયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર પણ આવવાના છે. MPના CM શિવરાજસિંહ ચૌહાણ અને કર્ણાટકના CM બસવરાજ બોમાઈ શપથ સમારોહમાં હાજરી આપશે. ગોવાના CM પ્રમોદ સાવંત અને આસામના CM હિમતા બિશવા શરમા પણ શપથ સમારોહમાં હાજરી આપશે.

આ પણ વાંચો :NATGRID: PM Modi ટૂંક સમયમાં કરી શકે છે શરૂઆત, જાણો શું છે 3,400 કરોડનો પ્રોજેક્ટ?

ભૂપેન્દ્ર પટેલ આજે સવારે પોતાના ઘરેથી નીકળીને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને મળવા ગયા હતા અને ત્યાર બાદ વિજય રૂપાણીને પણ મળવા ગયા હતા. બંન્ને નેતાઓ સાથે ભૂપેન્દ્ર પટેલની મૂલાકાત ઉષ્માભેર રહી હતી.

ABOUT THE AUTHOR

...view details