• જામનગરમાં ચૂંટણીઓ નજીક આવતા આમ આદમી પાર્ટી થઇ સક્રિય આમ આદમી પાર્ટીએ
• ભાવેશ પટેલને જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઇ
• શું પાટીદાર ફેક્ટર મેદાન મારશે?
જામનગર: આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણીઓ નજીક આવતા જ આમ આદમી પાર્ટી સક્રિય બની છે. આ મુદ્દે જામનગર આમ આદમી પાર્ટી દ્વારા પક્ષના માળખામાં ફેરફાર કરી સમગ્ર જિલ્લા પ્રમુખ તરીકેનો કાર્યભાર ભાવેશ પટેલને સોંપ્યો છે.
મહત્વનું છે કે ભાવેશ પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે અને જામનગર જિલ્લામાં પાટીદારોની સંખ્યા સૌથી વધુ છે. જામનગર જિલ્લામાં પાટીદાર ફેક્ટર ચૂંટણીમાં મહત્વનો રોલ ભજવે છે. બીજી તરફ અન્ય પાર્ટીની વાત કરવામાં આવે તો કોંગ્રેસે છેલ્લા 3 વર્ષથી પ્રમુખની નિમણુંક જ કરી નથી અને ભાજપમાં રમેશ મુગરા પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. તેઓ પણ પાટીદાર સમાજમાંથી જ આવે છે.