ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં દહેજના કેસમાં વધારો, પોલીસ સ્ટેશનના કાઉન્સિલિંગ દ્વારા સમાધાનનો પ્રયાસ

જામનગરમાં મોટા ભાગના કેસમાં ઘરેલુ હિંસા અને પતિ પત્ની વચ્ચેના ઝગડા તેમજ શારીરિક માનસિક યાતનાના કિસ્સામાં વધારો થતો જાય છે. ત્યારે, મહિલા પોલીસ સ્ટેશનમાં કાઉન્સિલિંગ દ્વારા મોટા ભાગના કેસનું સમાધાન કરવામાં આવતું હોય છે.

જામનગરમાં દહેજના કેસમાં વધારો
જામનગરમાં દહેજના કેસમાં વધારો

By

Published : Mar 8, 2021, 9:04 AM IST

Updated : Mar 8, 2021, 2:24 PM IST

  • મહિલા પોલીસ સ્ટેશનમાં કાઉન્સિલિંગ દ્વારા મોટા ભાગના કેસોનું સમાધાન
  • પોલીસ દ્વારા પોઝિટિવવલણ અપનાવી કેસમાં સમાધાન માટેના પ્રયાસ
  • જામનગરમાં છેલ્લા એક વર્ષમાં દુષ્કર્મની ઘટનાઓમાં પણ વધારો થયો છે.

જામનગર: તાજેતરમાં જ અમદાવાદમાં મહિલાએ દહેજના દૂષણમાં સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા સમાજ માટે ચેતવણી રૂપ દાખલ બન્યો છે. છતાં પણ દહેજનું દૂષણ દૂર થતું નથી. જામનગરમાં હાલ 70થી વધુ દહેજના કેસ ચાલી રહ્યા છે તો એક હજારથી વધુ અરજીઓ આવી છે. જો કે, મહિલા પોલીસ સ્ટેશનમાં કાઉન્સિલિંગ દ્વારા મોટા ભાગના કેસનું સમાધાન પણ કરવામાં આવે છે.

જામનગરમાં દહેજના કેસમાં વધારોથી પોલીસ સ્ટેશનના કાઉન્સિલિંગ દ્વારા સમાધાનનો પ્રયાસ

આ પણ વાંચો:પ્રગતિના પ્રતીક ગુજરાતમાં અધધ ગુનાખોરી વધી

સમાધાન થાય તે માટે પ્રયાસ

મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીઓ જણાવી રહ્યા છે કે, મોટા ભાગના કેસમાં ઘરેલુ હિંસા અને પતિ પત્ની વચ્ચેના ઝગડા તેમજ શારીરિક માનસિક યાતનાના કિસ્સામાં વધારો થતો જાય છે. મહિલા પોલીસ સ્ટેશનના PI ગઢવી જણાવી રહ્યા છે કે, હંમેશા પોલીસ પોઝિટિવ વલણ અપનાવી કેસમાં સમાધાન થાય તે માટે પ્રયાસ કરે છે. જો કે, અમુક કિસ્સામાં મહિલા અને પુરુષોમાં ઇગોને કારણે સમાધાન શક્ય પણ બનતું નથી.

આ પણ વાંચો:વડોદરા શહેરમાં દહેજના 97 કેસ દાખલ અને 1754 અરજીઓ મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવી

દુષ્કર્મના કેસમાં સતત થઈ રહેલો વધારો

જામનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં દુષ્કર્મની ઘટનાઓમાં પણ વધારો થયો છે. જામનગર શહેરમાં સામુહિક દુષ્કર્મ બાદની ઘટના પછી પણ અનેક કિશોરીઓ દુષ્કર્મનો ભોગ બની છે. જામનગર જિલ્લામાં ગત વર્ષે દુષ્કર્મની 12 જેટલી ઘટનાઓ બની, જેમાં ભોગ બનનાર મોટા ભાગની યુવતીઓ સગીર વયની હોવાનું બહાર આવ્યું છે.

Last Updated : Mar 8, 2021, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details