- જામનગરમાં 73મા સેના દિવસની ઊજવણી કરવામાં આવી
- એનસીસી કોચે સૈનિક સ્કૂલમાં વેબીનારનું કર્યું આયોજન
- શૂરવીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા પોસ્ટરોનું કરાયું પ્રદર્શન
જામનગરઃ સૈનિક સ્કૂલ બાલાછડી જામનગરે દેશની રક્ષાની ફરજ બજાવતા પોતાના પ્રાણનું બલિદાન આપનારા જવાનોને શ્રદ્ધાંજલી પ્રદાન કરવા માટે 15 જાન્યુઆરીએ 73મા ‘ભારતીય સૈન્ય દિવસ’ની ઉજવણી કરી હતી. આ સાથે આ દિવસે જનરલ (પછી ફિલ્ડ માર્શલ) કે. એમ. કરિઅપ્પા દ્વારા ભારતીય સેનાના પહેલા કમાન્ડર-ઈન-ચીફ તરીકે બ્રિટિશ જનરલ સર ફ્રાન્સિસ બૂચર પાસેથી 1949માં કાર્યભાર સંભાળવાની પણ ઉજવણી કરાય છે.
73મા ‘ભારતીય સૈન્ય દિવસ’ની ઉજવણી
આ વિશેષ દિવસે સ્કૂલના એનસીસી કોય દ્વારા એક વેબીનારનું આયોજન કરાયું હતું. વેબીનાર મારફતે સ્કૂલના ધોરણ- 11ના NCC કેડેટ્સને T/O પીયૂષ વડગામા, ANO, સૈનિક સ્કૂલ, બાલાછડી, NCC કોચના માર્ગદર્શન હેઠળ ભારતીય સૈન્યના વિવિધ પાસા અને મહત્ત્વને રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, જૂનિયર કેડેટ્સે ઓનલાઈન શૂરવીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે પોસ્ટરોનું પ્રદર્શન કર્યુ હતું. અન્ય કેડેટ્સે વીડિયો કોન્ફરન્સ મારફત વેબીનારમાં હાજરી આપી હતી.
જામનગરની સૈનિક સ્કૂલમાં NCC કોચે વેબીનાર યોજી સેના દિવસ ઊજવ્યો અન્ય કેડેટ્સે વીડિયો કોન્ફરન્સ મારફત વેબીનારમાં હાજરી આપી મુખ્ય મહેમાન, ગ્રુપ કેપ્ટન, રવિન્દર સિંઘ, પ્રિન્સિપાલ, સૈનિક સ્કૂલ બાલાછડીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, એક સાચા નાગરિક તરીકે, આપણે આપણા બહાદુર જવાનોના બલિદાનને યાદ કરવું જોઈએ. જેમણે આપણા દેશની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય સૈન્ય દિવસ પ્રસંગે વેબીનારનું આયોજન કેડેટ્સને ભારતીય સેનાની મહાન પરંપરાઓ અને સિદ્ધિઓ વિશે માહિતગાર કરવા માટે છે. તેમણે કેડેટ્સને સલાહ આપી હતી કે, તેઓ પોતાની તાલીમમાં એવા માપદંડો પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરે જ્યાં તેઓ આ પ્રખ્યાત ક્વોટની અનુભૂતિ કરી શકે કે ‘ આપ જિસે ફૌજ કહેતે હો, હમ ઉસે ઝીંદગી કહેતે હૈ’.