જામનગરઃ જામનગરની કોવિડ હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ધમણ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સૉફ્ટવેરમાં દર્દીનું નામ અને વોર્ડ નંબર નાખવામાં આવે તો દર્દીની હાલની સ્થિતિ કેવી છે તે જાણવા માટે છે. દર્દીને વેન્ટિલેટરની જરૂર છે કે શ્વાસ લેવામાં તકલીફ છે તે વિશે સમગ્ર માહિતી ધમણ સોફ્ટવેરમાં મળી રહે છે.
જામનગરની કોવિડ હોસ્પિટલમાં ધમણ સોફ્ટવેરથી કોરોના દર્દીઓની તમામ મૂવમેન્ટ પર નજર, જાણો કેમ...? - ઈટીવી ભારત ગુજરાત
જામનગરની જી.જી.હોસ્પિટલમાં આવેલી કૉવિડ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. ત્યારે દર્દીઓની હાલની સ્થિતિ કેવી છે તે જાણવા માટે ડોક્ટર્સ તેમ જ નર્સિંગ સ્ટાફ દ્વારા સતત ધમણ સોફ્ટવેરના માધ્યમથી વોચ રાખવામાં આવી રહી છે.
![જામનગરની કોવિડ હોસ્પિટલમાં ધમણ સોફ્ટવેરથી કોરોના દર્દીઓની તમામ મૂવમેન્ટ પર નજર, જાણો કેમ...? જામનગરની કોવિડ હોસ્પિટલમાં ધમણ સોફ્ટવેરથી કોરોના દર્દીઓની તમામ મૂવમેન્ટ પર રાખવામાં આવી રહી છે વૉચ.જાણો કેમ?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8909101-thumbnail-3x2-dhaman-kamgiri-7202728.jpg)
જામનગરની કોવિડ હોસ્પિટલમાં ધમણ સોફ્ટવેરથી કોરોના દર્દીઓની તમામ મૂવમેન્ટ પર રાખવામાં આવી રહી છે વૉચ.જાણો કેમ?
આમ પણ હેલ્પ ડેસ્કમાં દર્દીઓના સગા વીડિયો કોલિંગ મારફતે વાતચીત કરે છે. ત્યારે પણ જે તે સગાને હાલની સ્થિતિ વિશે હેલ્પ ડેસ્કના કર્મચારીઓ ધમણ સોફ્ટવેરમાંથી જોઈ માહિતી આપે છે. ધમણ સોફ્ટવેર સ્વદેશી બનાવટ છે અને સમગ્ર કોવિડ હોસ્પિટલ સાથે કનેક્ટેડ છે.ધમણ સોફ્ટવેરથી પળપળની માહિતી જે તે કર્મચારીઓ અને દર્દીઓના સગાંઓને મળી રહે છે.
જામનગરની કોવિડ હોસ્પિટલમાં ધમણ સોફ્ટવેરથી કોરોના દર્દીઓની તમામ મૂવમેન્ટ પર રાખવામાં આવી રહી છે વૉચ.જાણો કેમ?