જામનગર:યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે આ યુદ્ધ કેટલો સમય ચાલશે અને યુદ્ધ ક્યારે પૂર્ણ થશે તે જ્યોતિષના માધ્યમથી જાણવાનો પ્રયાસ કર્યો છે. ભારતીય ઈતિહાસમાં જ્યોતિષશાસ્ત્રનું આગવું સ્થાન છે. લોકો જ્યોતિષમાં મોટા સ્તરે વિશ્વાસ કરી રહયાં છે. જામનગરમાં યોજાયેલા નિ:શુલ્ક જ્યોતિષ દરબાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં સરકાર કોની આવશે?
જામનગરમાં સાધના કોલોનીમાં આવેલ રાજય પુરોહિત સમાજવાડીમાં (Rajya purohit samajavadi) નિ:શુલ્ક જ્યોતિષ દરબારનું આયોજન કરવામાં (Planning of Free Jyotish Darbar)આવ્યું હતું જેમાં મુખ્ય જ્યોતિષ ત્રિકાળદર્શિ શાસ્ત્રીજી પ્રભુ ઉપસ્થતી રહ્યા હતા. હાલ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે આ યુદ્ધ કેટલો સમય ચાલશે અને યુદ્ધ ક્યારે પૂર્ણ થશે તે જ્યોતિષના માધ્યમથી જાણવાનો પ્રયાસ કર્યો છે. ત્રિકાળદર્શી શાસ્ત્રીજી પ્રભુએ જણાવ્યું કે રશિયા વચ્ચે યુદ્ધ હજુ દોઢ મહિનો ચાલશે. આ દોઢ મહિના બાદ બંને દેશ વચ્ચે શાંતિ સ્થપાય તેવી શક્યતા છે. તેવીજ રીતે બીજું એક પ્રશ્ન શાસ્ત્રીને પૂછ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં( next Gujarat assembly 2022 Election) ગુજરાતમાં કોની સરકાર આવશે ત્યારે શાસ્ત્રીજીએ જણાવ્યું કે ભાજપની સરકાર ગુજરાતમાં આવશે.