- ભારતીય વાયુસેનામાં વધુ ત્રણ રાફેલ ફાઈટર જેટનું આગમન
- અત્યાર સુધીમા 14 રાફેલ ભારતમાં આવી ચુક્યા
- રાત્રે 11 કલાકે વિમાનોએ લેન્ડિંગ કર્યું
જામનગર :ઈન્ડિયન એરફોર્સ (આઈએએફ)ના કાફલામાંં જોડાવા માટે વધુ ૩ રાફેલ ફાઈટર જેટ ભારત પહોંચ્યા છે. ગુજરાત રાજ્યના જામનગર બેઝ પર રાત્રે લગભગ ૧૧ કલાકે આ વિમાનોએ લેન્ડિંગ કર્યું હતું.
ચીન બોર્ડર પર રાફેલથી રખાશે બાજ નજર
ફ્રાન્સથી નીકળ્યા પછી કોઈપણ સ્થળે અટક્યા વગર ત્રણેય જેટ ભારત પહોંચ્યા છે. માર્ગમા યુએઈની મદદથી એમાં એર-ટુ-એર રીફ્યુલિંગ કરાવ્યું હતું. આ સાથે જ ભારતમાં રાફેલની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. 11 રાફેલનો કાફલો અગાઉથી જ ફ્રાન્સથી આવી ચૂક્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એપ્રિલના બીજા સપ્તાહમાં વધુ ૭ રાફેલ આવી શકે છે. આ ઉપરાંત રાફેલનું ટ્રેનર વર્ઝન પણ ભારત આવશે.
આ પણ વાંચોઃએરફોર્સની તાકાતમાં વધારો, રાફેલનો વાયુસેનાની 17 ગોલ્ડન એરો સ્કોડ્રનમાં સમાવેશ
રાફેલનું ટ્રેનર વર્ઝન પણ ભારતમાં આવશે
ત્રણેય નવા રાફેલને અંબાલામાં તહેનાત કરવામાં આવશે. અહીં રાફેલને પશ્ચિમી સરહદ પર પાકિસ્તાન વિરૃદ્ધ ઝડપી કાર્યવાહી હાથ ધરવા માટે તહેનાત કરાશે. ઉલ્લેખનિય છે કે, અંબાલા એરબેઝ ચીનની સરહદથી 200 કિ.મી. દૂર છે. અંબાલામાં 17 મી સ્ક્વોડ્રોન ગોલ્ડન એરોઝ રાફેલનો પહેલો સ્ક્વોડ્રોન હશે.