ગુજરાત

gujarat

ETV Bharat / city

Arrest in GST case in Surat : સુરતના કોસ્મેટિક વેપારી મુનવ્વર મેમણની 64 કરોડના જીએસટી કેસમાં ધરપકડ - Munawwar Memon arrested in Rs 64 crore GST case

સ્ટેટ જીએસટી વિભાગ ઇકોનોમિક વિંગ દ્વારા સુરતના કોસ્મેટિક અને બ્યુટી પ્રોડક્ટના વેપારી મુનવ્વર ઈસ્માઈલ મેમણની (Cosmetic trader arrested in Surat )ધરપકડ કરાઈ હતી. મેમણની રૂ.63.46 કરોડના બેહિસાબી વ્યવહારોના ગુનામાં (Arrest in GST case in Surat)ધરપકડ થઇ છે.

Arrest in GST case in Surat : સુરતના કોસ્મેટિક વેપારી મુનવ્વર મેમણની 64 કરોડના જીએસટી કેસમાં ધરપકડ
Arrest in GST case in Surat : સુરતના કોસ્મેટિક વેપારી મુનવ્વર મેમણની 64 કરોડના જીએસટી કેસમાં ધરપકડ

By

Published : Mar 26, 2022, 1:35 PM IST

સુરત : સ્ટેટ જીએસટી વિભાગ ઇકોનોમિક વિંગ દ્વારા સુરતના કોસ્મેટિક અને બ્યુટી પ્રોડક્ટના (Cosmetic trader arrested in Surat )વેપારી મુનવ્વર ઈસ્માઈલ મેમણની રૂ.63.46 કરોડના બેહિસાબી વ્યવહારોના (Munawwar Memon arrested in Rs 64 crore GST case)ગુનામાં ધરપકડ કરી હતી. મુનવ્વર ઈસ્માઈલ મેમણની સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સુરતથી ધરપકડ (Arrest in GST case in Surat)કરવામાં આવી હતી.

એનઆર ગ્રુપ પર દરોડા - ઉલ્લેખનીય છે કે જીએસટી વિભાગ દ્વારા થોડા સમય પહેલા એનઆર ગ્રુપ ઉપર દરોડા પાડયા હતાં. સ્ટેટ જીએસટી વિભાગની સુરત વિભાગીય કચેરી દ્વારા સુરત ખાતે ચોટા બજાર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલ અને કોસ્મેટિક અને ઇમિટેશન જ્વેલરી, મેકઅપનો સામાન લેડીઝ ફુટવેર જેવી ચીજવસ્તુઓના ધંધા સાથે સંકળાયેલા એનઆર ગ્રુપની (1)એન આર બ્યુટી વર્લ્ડ (2) એન.આર જવેલર્સ (3) એન આર બેંગલ્સ અને (4) એન આર કીટ ઇન નામની પેઢીઓના ધંધાના સ્થળે ગોડાઉન અને રહેઠાણનાં સ્થળોએ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.. તપાસ દરમિયાન બિલ વગરની ખરીદીનો મોટો જથ્થો મળી આવેલો હતો. ઉપરાંત મોટા પ્રમાણમાં હિસાબી સાહિત્ય કાચી ચિઠ્ઠી અને ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવેલ હતો.

આ પણ વાંચોઃ Textile market of Surat: કાપડ ઉપર 12 ટકા GSTનો નિર્ણય પરત લેવાતા સુરતના વેપારીઓએ મિઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી

મિલકત વગેરે ઉપર કામચલાઉ ટાંચ હતી -એનઆર ગ્રુપના રૂપિયા 63.46 કરોડના બેહિસાબી વ્યવહારોની કરચોરી પ્રાથમિક તબક્કે સ્થાપિત થયેલ છે. જેમાં 10.64 કરોડની કરચોરી જણાઇ હતી. જેની વધુ તપાસ જરૂરી જણાતા સ્ટેટ જીએસટીની વડી કચેરી EOW દ્વારા તપાસનો દોર સંભાળી લીધેલો છે. જેમાં આયકર ચોરીના ગુનામાં એન આર બ્યુટી વર્લ્ડના માલિક મુનવ્વર ઇસ્માઈલ મેમણની ગુનાહિત ભૂમિકા સ્પષ્ટ થતા તેની ધરપકડ (Arrest in GST case in Surat)કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ જામનગરમાં તમાકુના હોલસેલ વેપારીઓને ત્યાં રાજકોટ જીએસટીના દરોડા

સ્ટેટ જીએસટી દ્વારા જીએસટી ચોરીની વસૂલાત તેમજ તેની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીએસટી વિભાગ દ્વારા મુનવ્વરની ઉપરોક્ત પેઢીઓનો માલ સ્ટોક, મિલકત વગેરે ઉપર કામચલાઉ ટાંચ કરવામાં આવેલી હતી.

ABOUT THE AUTHOR

...view details