- જામનગરમાં ગજકેસરી ફાઉન્ડેશન દ્વારા 300 યુવકોને આર્મી ફિઝિકલ ટ્રેનિંગ આપાઈ
- આર્મીના નિવૃત જવાનોએ યુવકોને આપી ટિપ્સ
- અન્ન અને પુરવઠા પ્રધાન હકુભાએ ગજ કેસરીની કામગીરીને બિરદાવી
જામનગર: જામનગર સહિત સૌરાષ્ટ્ર ભરના યુવકોને ફિઝિકલ તાલીમ આપવામાં આવી છે. ગજકેસરી ફાઉન્ડેશન દ્વારા તમામ યુવકો માટે ચા-નાસ્તો તેમજ રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ વિનામૂલ્યે કરી આપવામાં આવી છે.
યુવકોમાં જોવા મળ્યો આર્મી ક્રેઝ
જામનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારે પાંચ વાગ્યાથી મોટી સંખ્યામાં યુવાનો આર્મીની તાલીમ લેવા માટે ઉમટયા હતાં. જોકે સવારના પાંચ વાગ્યાથી દસ વાગ્યા સુધી તમામ લોકોને દોડની તાલીમ તેમજ ઊંચી કૂદ લાંબી કુદ અને પુશ અપ કરાવવામાં આવ્યા હતા.
જામનગરમાં ગજકેસરી ફાઉન્ડેશન દ્વારા 300 યુવકોને આર્મી ફિઝિકલ ટ્રેનિંગ અપાઈ • આર્મીના નિવૃત જવાનોએ યુવકોને આપી ટિપ્સ જામનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં આર્મી જોઈન કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ ઊમટ્યા હતાં. આ વિદ્યાર્થીઓને હાલારમાં માજી સૈનિક મંડળના નિવૃત્ત આર્મીના જવાનોએ જુદી જુદી ટિપ્સ આપી હતી. ખાસ કરીને દોડમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું તેમજ ઊંચી કૂદ અને લાંબી કુદની પણ વ્યવસ્થિત તાલીમ આપી હતી.
જામનગરમાં ગજકેસરી ફાઉન્ડેશન દ્વારા 300 યુવકોને આર્મી ફિઝિકલ ટ્રેનિંગ અપાઈ • અન્ન અને પુરવઠા પ્રધાન હકુભાએ ગજ કેસરીની કામગીરીને બિરદાવીસવારે 9 વાગ્યે રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા પણ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતાં અને તેમણે યુવકોને શુભેચ્છા પણ આપી છે. આ સાથે જ તેમણે ગજકેસરી ફાઉન્ડેશન દ્વારા જે પ્રકારે યુવકોને આર્મીની તાલીમ આપવામાં આવી રહી છે તેને પણ બિરદાવી હતી.