- 100 જેટલા વિધાર્થીઓ પરીક્ષામાં થયા નાપાસ
- વાલીઓએ VCને આપ્યું આવેદનપત્ર
- નિયમ બદલવા કરી માગ
BAMS પરીક્ષાના પરિણામને લઈ આવેદનપત્ર
જામનગરઃ રાજ્યભરની 28 જેટલી કૉલેજ(Collage)ના વિદ્યાર્થીઓએ BAMSની પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 28 ટકા જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જ્યારે 100થી પણ વધારે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જેથી વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ જામનગર: આયુર્વેદિક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ લગાવી મોતની છલાંગ, આપઘાતનું કારણ અકબંધ
વાલી-વિધાર્થીઓમાં નારાજગી
આ અંગે વાલીઓ જણાવી રહ્યા છે કે, લાખો રૂપિયા કૉલેજ(Collage)ની ફી પાછળ ખર્ચી નાંખ્યા બાદ આવું પરિણામ આવતા તે પાયમાલ થયા છે અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓના પેપર રિચેક કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. આ સાથે જ ડિબાર્ડ થયેલા વિદ્યાર્થીઓ અન્ય કોઈ પરીક્ષા પણ આપી શકતા નથી અને માત્ર જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી(University)માં જ આવો નિયમ છે, જે રદ્દ કરવો જોઈએ તેવું વાલીઓ જણાવી રહ્યા છે.