જામનગરમાં માનવાધિકાર નિગરાની સમિતિ દ્વારા આવેદનપત્ર
દર્દીઓ અને સગાઓને પડી રહી છે અગવડો
કોવિડ હોસ્પિટલમાં ઉભી થતી અવ્યવસ્થા મામલે આવેદનપત્ર
જામનગર: અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ દ્વારા GG કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ અને તેમના પરિવારજનોને થતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા ડિન નંદિની દેસાઈને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
રજૂઆત કરી પણ સમસ્યાનો નિવેડો ક્યારે આવશે?
જામનગર GG હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી કોવિડ હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં દરરોજ દર્દીઓ સારવાર અર્થે આવે છે. ત્યારે અનેક વખત સોશિયલ મીડિયામાં GG હોસ્પિટલના કોરોના દર્દીઓને પડતી હાલાકીના વીડિયો વાયરલ થતા હોય છે.
કોરોના મહમારીમાં સંક્રમણ થતું હોવાથી ડીને આવેદનપત્ર લેવાનો કર્યો હતો ઇન્કાર
આજે જામનગરની અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ દ્વારા કોરોના દર્દીઓને હોસ્પિટલમાં ભોગવવી પડતી મુશ્કેલીઓને લઈને એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીનને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જોકે, પહેલા તો ડિન દ્વારા આવેદન પત્ર ન સ્વીકારવામાં ન આવતા મામલો થોડી વાર માટે ગરમાયો હતો. બાદમાં પોલીસની દરમિયાનગીરી બાદ મામલો થાળે પડતાં ડિન દ્વારા આવેદન પત્ર સ્વીકારવામાં આવ્યું હતું.