- નશામુક્ત તાલીમ કાર્યક્રમ ટાઉનહોલમાં યોજાયો
- નશામુક્ત જામનગર કરવાની નેમ
- કાર્યક્રમમાં અનેક લોકોએ આપી હાજરી
જામનગર: ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા નશામુક્ત અભિયાનનો વાર્ષિક એક્શન પ્લાન 2020-2021 દેશના 272 સંવેદનશીલ જિલ્લાઓ માટે ઘડવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસાણા, પોરબંદર, જામનગર, ભરૂચ એમ કુલ આઠ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત નશામુકત જામનગર ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો:દિયોદર ખાતે નશાબંધી સપ્તાહ ઉજવણીનો પૂર્ણાહુતિ સમારોહ યોજાયો
ટાઉનહોલમાં યોજાયો કાર્યક્રમ
આ નશામુક્તિ અભિયાન જિલ્લામાં અમલીકરણ કરવા માટે જામનગરમમાં સરકારના શિક્ષણ, આઇ.સી.ડી.એસ., મહિલા-બાળ વિભાગના કર્મીઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના અધિકારી, કર્મચારી, પદાધિકારીઓ અને નશાબંધી ક્ષેત્રે સંકળાયેલા કાર્યરત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ માટે જાગૃતિલક્ષી તાલીમ કાર્યક્રમ અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાએ કહ્યું હતું કે, ભૌતિકવાદ, સામાજિક રીતભાત અને જીવનશૈલીના બદલાવ સાથે વ્યક્તિના જીવનમાં નશો આવી જતો હોય છે, પરંતુ માનસિક વિચારધારા અને જીવનશૈલીમાં બદલાવ સાથે આ કુટેવમાંથી વ્યક્તિને બહાર લાવી શકાય છે.