જામનગરઃ શહેરમાં લાલબંગલા સર્કલ ખાતે આવેલા ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને સમાજના લોકોએ ફુલહાર કરી બાબાસાહેબની 129મી જન્મ જયંતીની સાદાઈથી ઊજવણી કરી હતી. લોકડાઉનની સ્થિતિમાંં ખૂબ જ ઓછા લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બાબાસાહેબ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
જામનગરમાં ડૉ.આંબેડકરની 129મી જન્મ જ્યંતીની સાદગીથી ઉજવણી કરાઇ - આંબેડકર જયંતી
લોકડાઉન દરમિયાન કોઈ પણ પ્રકારની ઉજવણી કરવી શક્ય નથી. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે. અમૂક લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી તો અમૂક લોકોએ ઘરમાં બાબા સાહેબની પ્રતિમાને ફુલ અર્પણ કરી સાદાઈથી ઉજવણી કરી હતી.
ambedakar jayanti
જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર તેમજ અન્ય પદાધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે માટે ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યો હતો. દલિત સમાજના આગેવાનો પણ વહેલી સવારથી કોરોનાથી બચવાના ઉપાયોને ધ્યાનમાં રાખી ફુલહાર કરી બાબાસાહેબની 129મી જન્મ જયંતીની સાદાઈથી ઉજવણી કરી રહ્યાં છે.
આ ઉપરાંત અનેક દલિત સમાજના લોકોએ પોતાના ઘરે જ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી જન્મ જ્યંતીની ઉજવણી કરી છે.