ગુજરાત

gujarat

ETV Bharat / city

જી. જી. હોસ્પિટલને પ્રધાન આર.સી. ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રૂપિયા 73 લાખની ફાળવી ગ્રાન્ટ

જામનગરની જી. જી. હોસ્પિટલને પ્રધાન આર.સી. ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા રૂ.73 લાખની ગ્રાન્ટ ફાળવાઈ છે. આ ગ્રાન્ટની રકમમાંથી જી. જી. હોસ્પિટલની સુવિધામાં જેવી કે, ઓક્સિજન પ્રોડક્શન પ્લાન્ટ તથા અત્યાધુનિક એમ્બ્યુલન્સનો ઉમેરો થશે.

આર.સી. ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રૂપિયા 73 લાખની ફાળવી ગ્રાન્ટ
આર.સી. ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રૂપિયા 73 લાખની ફાળવી ગ્રાન્ટ

By

Published : May 14, 2021, 2:23 PM IST

  • જી. જી. હોસ્પિટલને 73 લાખની ગ્રાન્ટ ફાળવાઈ
  • આ ગ્રાન્ટથી હોસ્પિટલની સુવિધામાં ઉમેરો થશે
  • આધુનિક સાધનો વસાવવામાં આવશે

જામનગર: હાલ ચાલી રહેલી કોવિડ મહામારીમાં સમગ્ર રાજ્યમાં લોકોએ સરકારી હોસ્પિટલોની સારવાર પર વિશેષ ભરોસો મૂક્યો છે અને દરેક જિલ્લાઓમાં વધુમાં વધુ લોકો સરકારી હોસ્પિટલોની સેવાનો લાભ લઇ કોરોના સામેનો જંગ જીતી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ જી. જી. સરકારી હોસ્પિટલ ખાતે અનેક દર્દીઓ કોવિડની સારવાર મેળવી સ્વસ્થ થયા છે. જે આરોગ્યલક્ષી સેવા પ્રવૃતિ આજ દિન પર્યંત કાર્યરત છે.

આ પણ વાંચો: જામનગરની ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલમાં કરાઈ રહ્યો છે જન સેવાનો યજ્ઞ

73 લાખની ગ્રાન્ટની ફાળવણી

જી. જી. હોસ્પિટલની સુવિધામાં વિશેષ ઉમેરો થાય અને મેડિકલ સાધનોના અભાવે લોકોને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે જિલ્લાના પ્રધાનો આર.સી.ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કોવિડ માટે રૂપિયા 73 લાખની અલાયદી ગ્રાન્ટની ફાળવણી કરી છે.

આ પણ વાંચો: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી જામનગરની જી. જી. હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો લાવવામાં આવ્યો

હોસ્પિટલમાં આધુનિક સાધનો વસાવામાં આવશે

જેમાં રાજ્ય સરકારના કૃષિ પ્રધાન આર.સી.ફળદુ તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા સંયુક્તપણે જિલ્લા કલેક્ટર રવિશંકરને વર્ષ-2021-22ની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જી. જી. સરકારી હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્રોડકશન પ્લાન્ટ સ્થાપવા માટે રૂપિયા 54 લાખ તથા હોસ્પિટલ ખાતે સંપૂર્ણ સાધન સુવિધાથી સજ્જ અત્યાધુનિક એમ્બ્યુલન્સ ખરીદવા માટે રૂપિયા 19 લાખ એમ મળી કુલ રૂપિયા 73 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

બન્ને પ્રધાનોએ આપી ગ્રાન્ટ

આ ગ્રાન્ટની ફાળવણી થતાં જી. જી.હોસ્પિટલની ઓક્સિજનલક્ષી તેમજ એમ્બ્યુલન્સ અંગેની સુવિધામાં વિશેષ ઉમેરો થશે અને લોકોને વધુ સારી આરોગ્યલક્ષી સેવાઓ પ્રાપ્ત થશે.

ABOUT THE AUTHOR

...view details