જામનગર: અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ તેમના પર લાગેલા આરોપોનો ખુલાસો કર્યો હતો.તેમણે કહ્યું કે,મારી રાજકીય કારકીર્દીને નુકસાન પહોચાડવા ગુંડા તત્વો સાથે મારું નામ જોડાવાના પ્રયાસ કર્યા છે, જે પાયા વિહોણા છે.
હકુભાએ કહ્યું કે, મારી 20 વર્ષની રાજકીય કારકીર્દી સ્વચ્છ રહી છે, કે કોઇ દાગ લાગવા દીધો નથી.હું જાણું છું કે, કેટલાક હિતશત્રુઓ રાજકીય રીતે મને પછાડી દેવા પડદા પાછળ રમત રમી રહ્યા હોઇ તો તેની પણ તપાસ થવી જોઇએ. મારો વ્યવહાર , ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકોના પ્રેમના કારણે લોકપ્રિય બન્યો છું. લોકો મને ચાહે છે. મારા મત વિસ્તાર જ નહીં પરંતુ આખા હાલારની પ્રજા મને ચાહે છે અને લોકોના આશીર્વાદ મારી સાથે છે .
રાજ્ય પ્રધાન હકુભાએ પોતાના પર લાગેલા આરોપો તથ્યવિહોણા હોવાનો કર્યો ખુલાસો તેમણે વધુમાં કહ્રાયું કે જ્યના મુખ્યપ્રધાન અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ ભાજપના મવડી મંડળને પણ આ પાયા વિહોણા આક્ષેપો સામે તપાસની માંગણી મેં સામેથી કરી છે.જેનાથી દુધ નું દુધ અને પાણી નું પાણી થાય.એ મારી અને ભારતીય જનતા પાર્ટી માટે ખુબ જરુરી છે.
મારી રાજકીય કારકીર્દીને નુકસાન પહોંચાડવા ગુંડા તત્વો સાથે મારું નામ જોડાવાના પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ સત્ય એ સત્ય જ રહેવાનું છે અને કોઇ પણ ષડયંત્ર સફળ થશે નહીં. આ પ્રજા સમક્ષ ખુલ્લુ થવુ જોઇએ એવું હું માનું છું. મારી સામે થયેલા કોઈ પણ પ્રકારના આક્ષેપોની તપાસની માંગણી મેં સામેથી જ કરી છે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે મારા પરિવારના જે કાઈ વ્યાપાર -ધંધા છે. તે ધંધો કરવો કોઇ અપરાધ નથી પણ તેમાં જો કોઇ ગેરકાયદેસર હોય તો તેના આધાર પુરાવા આપવા જોઇએ અને ફરીયાદ પણ કરવી જોઇએ. હું તમામના જવાબ આપવા તૈયાર છું, કોઇ પણ આવુ પુરવાર કરે તેના માટે કોઇ પણ સજા ભોગવવા તૈયાર છે. જેની જાહેર જનતાને નોંધ લેવા વિનંતી