- જામનગર જિલ્લાના ત્રણેય આઇએએસ અધિકારીઓએ ચાર્જ સંભાળ્યો
- કલેકટરે જન્મ દિવસના દિવસે સંભાળ્યો ચાર્જ
- ત્રણેય IPS અધિકારીઓ છે યંગ
જામનગર : થોડા સમય પહેલાં ગુજરાત રાજયના વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર થયાં હતાં અને કુલ 77 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં જામનગર જિલ્લા કલેકટર (Jamnagar Collector ) અને ડીડીઓનો પણ સમાવેશ થયો હતો, જામનગરના મ્યુનિ. કમિશનરની પહેલાં જ બદલી કરી દેવામાં આવી હતી.
IPS અધિકારીઓ છે યંગ
ઉપરોકત્ત આઇએએસ અધિકારીઓના સ્થાને જામનગર જિલ્લા કલેકટર (Jamnagar Collector ) તરીકે ડો. સૌરભ પારઘી, મ્યુનિશિપલ કમિશનર તરીકે વિજય ખરાડી અને ડીડીઓ તરીકે મિહિર પટેલની નિમણૂક કરવામાં આવી હતી. જેથી આ ત્રણેય આઇએએસ અધિકારીઓએ આજે પોતપોતાનો ઓફિસ ચાર્જ સંભાળી લીધો છે.
આ પણ વાંચોઃ Sexual Harassment Case Jamnagar: SITનો રિપોર્ટ જમા ન થતા તર્કવિતર્ક