જામનગર: શહેરમાં ગત ઘણા વર્ષોથી પોલીસમાં ફરજ બજાવનારા DYSP જાડેજાની રાષ્ટ્રપતિ એવોર્ડ પસંદગી કરવામાં આવી છે. અજયસિંહ જાડેજા જામનગર શહેરમાં PSI, PIની ફરજ નિભાવ્યા બાદ હાલ DYSP તરીકે ફરજ નિભાવે છે. ઈટીવી ભારત સાથેની વાતચીતમાં અજયસિંહ જાડેજાએ જણાવ્યું કે, તે છેલ્લા ઘણા સમયથી નિષ્ઠાપૂર્વક પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે.
રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી પામેલા અજયસિંહ જાડેજાએ કરી ETV BHARAT સાથે ચર્ચા - રાષ્ટ્રપતિ એવોર્ડ
જામનગરના DYSP અજયસિંહ જાડેજાની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. જેથી તેમણે ETV BHARAT સાથેની ચર્ચામાં મહામહિમ રાષ્ટ્રપતિ, ગુજરાતના મુખ્ય પ્રધાન અને જામનગર જિલ્લા પોલીસવડાનો આભાર વ્યક્ત કર્યો છે.
જામનગર શહેર નાયબ પોલીસ અધિક્ષક અજયસિંહ જાડેજાની રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી થતા રાજપૂત સમાજ અને પોલીસ બેડામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અજયસિંહને પોલીસ વિભાગમાં કર્તવ્યનિષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મળવાથી તેઓ ખુશખુશાલ જોવા મળ્યાં છે. જે બદલ તેમણે મહામહિમ રાષ્ટ્રપતિ, ગુજરાતના મુખ્ય પ્રધાન અને જામનગર જિલ્લા પોલીસવડાનો આભાર વ્યક્ત કર્યો છે.
અજયસિંહની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી થવાથી તેમના શુભેચ્છકો દ્વારા શુભેચ્છાનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. દરેક પોલીસ કર્મચારીનું સ્વપ્ન હોઈ છે કે, તેમને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવે, તેવામાં જામનગર નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકનું આ સ્વપ્ન પૂર્ણ થયું છે. જેને લઇને પોલીસ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.