જામનગરઃ સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરના ટાઉનહોલ ખાલે કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ ગાંધીજીના પૂતળાને સુરતની આંટી પહેરાવી ગાંધી જન્મજયંતીની ઉજવણી કરી હતી.
જામનગર: કૃષિ પ્રધાન આર.સી. ફળદુએ ટાઉનહોલ ખાતે ગાંધી જયંતીની ઉજવણી કરી - Agriculture Minister RC Faldu
સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરના ટાઉનહોલ ખાલે કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ ગાંધીજીના પૂતળાને સુરતની આંટી પહેરાવી ગાંધી જન્મજયંતીની ઉજવણી કરી હતી.
કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ જામનગરના ટાઉનહોલ ખાતે ગાંધી જન્મજયંતીની ઉજવણી કરી
આ અંગે કૃષિ પ્રધાન આરતી ફળદુએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી વિચારધારાથી પ્રભાવિત થઈ દેશમાં સ્વચ્છતા અભિયાન તેમજ આત્મનિર્ભર ભારતની યોજનાઓ લાગૂ કરી છે. જેને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે.
વધુમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુ જણાવ્યું હતું કે, દેશમાં જે પ્રકારે કોરોના રિકવરી રેટ વધી રહ્યો છે, તે આપણા માટે સારી નિસાની છે. ભારતમાં સમયાંતરે લોકડાઉન લાદવામાં આવ્યું, જેના કારણે આપણે કોરોના સામેની લડાઈ લડી શક્યા છીંએ.