- રાજ્યમાં મગફળીની વિપુલ આવક
- મગફળીને લઇ કૃષિપ્રધાન સાથે વાતચીત
- રોજ મગફળીના 300 વાહનો આવી રહ્યા છે
જામનગર- Agriculture Minister Raghavji Patel જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રયાસ કરી રહ્યાં છે. જોકે આ વર્ષે વરસાદ પણ સારો પડ્યો છે જેના કારણે તમામ પાકોનું ઉત્પાદન સારું થયું છે. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં પણ રોજ 300 વાહનો મગફળીના (Groundnut Crop MSP) આવી રહ્યા છે. ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
રવિ પાકમાં ખેડૂતોને ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહેશે
રવિ પાકમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકારે તમામ પ્રયાસ કરી રહી છે.જો કે ખેડૂતોમાં એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે રવી પાકમાં ખાતરની અછત (Fertilizer shortage) ઊભી. થશે. રાજ્યના ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકાર તમામ પ્રયાસ કરી રહી છે. કૃષિપ્રધાન રાઘવજી પટેલે (Agriculture Minister Raghavji Patel) જણાવ્યું કે રાજ્યનો ખેડૂત સમૃદ્ધ બનશે તો રાજ્યના તમામ લોકો પણ વધુ સુખી બનશે.