- જામનગર પોલીસમેન આફતાબ સફિયા કોરોના સામે જંગ હાર્યા
- સિટી એ ડિવિઝનમાં બજાવતા હતા ફરજ
- આફતાબ સફિયાને અપાયું ગાર્ડ ઓફ ઓનર
જામનગર : જિલ્લા કોરોના સંક્રમણે વિકરાળ રૂપ ધારણ કર્યું છે, રોજ 300થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે, જે સાથે સાથે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે, ત્યારે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં શુક્રવારના રોજ જામનગર સિટી A ડિવિઝનમાં ફરજ બજાવતા આફતાબ સફિયાનું કોરોનાને કારણે મોત થયું હતું.
પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
કોરોના મહામારી વચ્ચે જ્યારે કોરોના વોરિયર્સ સેવા આપી રહ્યા છે, ત્યારે જામનગરમા પોલીસ તરીકે સિટી A ડિવિઝનમાં ફરજ બજાવતા આફતાબ સફિયાનુ કોરોનાના કારણે મોત થયુ છે, ત્યારે જામનગરમા શુક્રવારે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.