- જામનગરનો ગૌરવ પથ પોતાનું ગૌરવ ગુમાવી રહ્યો છે
- રોડની બંને બાજુએ ઝૂંપડપટ્ટી(Slums)સાથે ગરીબોનો વસવાટ
- ગરીબો માટે યોગ્ય વસવાટની વ્યવસ્થા કરવાની ઉઠી માગ
જામનગરઃ શહેરના મધ્યમાં આવેલો ગૌરવ પથ ઘણા સમયથી ગરીબોનો વસવાટ કરતો રોડ બન્યો છે. જ્યાં જુઓ ત્યાં રોડની બને બાજુ ગરીબ લોકો વસવાટ કરી રહ્યાં છે. જો કે મનપા દ્વારા ગરીબો માટે આવાસ બનાવવામાં આવી રહ્યાં છે પણ જે ખેરખર ગરીબ છે તેને આવાસમાં મકાન મળતું નથી અને જે તવંગર છે તે લોકોને આવાસમાં મકાન મળે છે. ખુદ જામનગર મહાનગરપાલિકાના મહિલા મેયર બીના કોઠારીના (Jamnagar Corporation mayor) નામે આવાસમાં મકાન છે. થોડા સમય પહેલાં મેયર (Mayor Bina Kothari) )ચર્ચામાં પણ આવ્યાં હતાં.
શા માટે મનપા ગરીબોને આવાસમાં મકાન આપતી નથી
જામનગર મહાનગરપાલિકા (Jamnagar Corporation) દ્વારા અવારનવાર આ ગરીબ લોકોને ગૌરવ પથ પરથી દૂર હટાવવામાં આવે છે છતાં પણ તેઓ થોડા સમય બાદ ફરીથી અહીં પોતાની ઝૂંપડપટ્ટી (Slums) બનાવી લે છે. જામનગર મહાનગરપાલિકાએ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે યોગ્ય વસવાટની વ્યવસ્થા કરવી જોઇએ તેવી પણ લોક માગ ઉઠી છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો મોટેભાગે મજૂરીકામ કરતાં હોય છે અને દિવસનું કમાઈને દિવસનું ખાતાં હોય છે.
શું બોલ્યાં મહાનગરપાલિકાના કમિશનર
જામનગર મહાનગરપાલિકાના (Jamnagar Corporation) કમિશનર સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું કે જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે અનેક આવાસો બનાવવામાં આવી રહ્યાં છે અને આવાસોમાં ગરીબ લોકોને મકાનો આપવામાં આવી રહ્યાં છે. જોકે ઝૂંપડપટ્ટીમાં (Slums)રહેતા લોકો પાસે પૂરતા ડોકયુમેન્ટ ન હોવાના કારણે તેઓ ક્યાંકને ક્યાંક આવાસ યોજનાનો લાભ લઈ શકતા નથી. હંમેશા જામનગર મહાનગરપાલિકા ગરીબલક્ષી વિવિધ યોજનાઓ પર અમલીકરણ કરી રહી છે. છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તે માટે મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે.
આ પણ વાંચોઃ Jamnagar mayor residence controversy - જામનગર શહેર કોંગ્રેસ દ્વારા મેયરના રાજીનામાની કરાઇ માગ