- જામનગરના જોડિયા પાસે ખનીજ ચોરો સામે તવાઈ હાથ ધરી
- 11 ટ્રેક્ટર અને 1 લોડર જપ્ત કરાયા
- ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખની રાવ બાદ કાર્યવાહી કરાઇ
- અવારનવાર ખનીજ ચોરીની ફરિયાદો કરવામાં આવી હતી
જામનગર: જોડિયા તાલુકાના બાદનપર અને કુન્નડ ગામ વચ્ચે આવેલી નદીમાંથી ગેરકાયદેસર રેતીની ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ અંગે ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખની ફરિયાદ બાદ આજે રવિવારે કાર્યવાહી કરાઇ હતી. આજે જામનગર ખાણ ખનીજ અને જોડીયા પોલીસ સ્ટેશનના PSI ડી. પી. ચુડાસમા સહિતના સ્ટાફે સ્થળે દરોડો પાડ્યો હતો.
આ પણ વાંચો :ખાણ ખનીજ વિભાગે સાવલીના પોઈચા ગામે રેતીનું બિનઅધિકૃત ખનન ઝડપી પાડ્યું
PSI સહિતનો કાફલાએ દરોડા પાડ્યા