જામનગર: જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ભૂમાફિયાઓ જાણે બેફામ બન્યા હોય તેમ કૌભાંડો સામે આવી રહ્યા છે. સ્પેશિયલ મિશન પર આવેલા જિલ્લા પોલીસ વડા દીપન ભદ્રનના જામનગરમાં આવ્યા બાદ એક પછી એક માફિયા હોઈ કે હત્યારા પોલીસ પકડથી બચી શક્યા નથી. LCB અને SOG દ્વારા તમામ નરાધમોને દબોચી લેવામાં આવી રહ્યા છે.
જામનગર: જાંબુડામાં 3 કરોડની જમીનનું કૌભાંડ કરનાર આરોપીની LCBએ કરી ધરપકડ - જાંબુડા જમીન કૌભાંડ
જામનગરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભૂમાફિયાઓ જાણે બેફામ બન્યા હોય તેમ કૌભાંડો સામે આવી રહ્યા છે. સ્પેશિયલ મિશન પર આવેલા જિલ્લા પોલીસ વડા દીપન ભદ્રનના જામનગરમાં આવ્યા બાદ એક પછી એક માફિયા હોઈ કે હત્યારા પોલીસ પકડથી બચી શક્યા નથી. LCB અને SOG દ્વારા તમામ નરાધમોને દબોચી લેવામાં આવી રહ્યા છે.
જાંબુડામાં 3 કરોડની જમીનનું કૌભાંડ કરનાર આરોપી LCBની પકડમાં
જિલ્લાના જાબુંડાના 3 કરોડના જમીન કૌભાંડમાં જામનગર LCBએ વધુ બે ફરાર આરોપીને પકડી પાડ્યા છે. આ જમીન પ્રકરણમાં અત્યાર સુધીમાં 4 શખ્સો પોલીસની પકડમાં છે. બનાવટી દસ્તાવેજો બનાવી હથિયાર બતાવી આરોપીઓએ જમીન કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ કેસની ખાસ તપાસ જિલ્લા પોલીસ વડા દ્વારા LCBને સોંપવામાં આવી હતી.