જામનગર રાજકોટ ધોરી માર્ગ પર આવેલ ફલ્લા ગામે આજે સવારે ટોરસ ટ્રકે રોંગ સાઇડમાં બસ સ્ટેન્ડ સાથે અથડાતા ડ્રાઇવર સહિત બેના ઘટના સ્થળે મોત (Accidental Death in Jamnagar )નિપજયા હતા. મીઠાપુરથી માલ ભરીને હૈદરાબાદ તરફ જતા માલ ભરેલો ટોરસ ટ્રક આજે વહેલી સવારે ચારેક વાગ્યે ફલ્લાની ડેંજર ગોલાઇ (Accident at Falla in Jamnagar) પાસે પહોંચતા ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો. ટોરસ ટ્રક (Truck Accidents in Gujarat ) રોંગ સાઇડમાં ડીવાઇડર તોડીને બસ સ્ટેન્ડમાં ઘુસી ગઇ હતી.
આ પણ વાંચોઃ ફલ્લા ગામના યુવક દ્વારા અનોખી પહેલ, યમરાજા બનીને લોકોને કરી રહ્યો છે જાગૃત
કેબીનને તોડીને બે મૃતદેહ બહાર કાઢયા- અકસ્માતના પગલે બસ સ્ટેન્ડનો ભાંગીને ભુકકો થઇ ગયો હતો. ટ્રકમાં ડ્રાઇવર-કલીનરનો દબાઇ જવાથી ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયા (Accidental Death in Jamnagar )હતા. આ અકસ્માતના લીધે રોડ પર છ કલાક સુધી એક બાજુનો રોડ બંધ થઇ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે એલ એન્ડ ટી.ની ટીમ, બે જેસીબી મશીન અને ગ્રામજનોએ સતત ત્રણ કલાક જહેમત ઉઠાવી બસ સ્ટેન્ડનો કાટમાળ હટાવી ટ્રકની કેબીનને તોડીને બે મૃતદેહ બહાર કાઢયા હતાં. જેને જામનગર જી.જી.હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા છે.