ગુજરાત

gujarat

ETV Bharat / city

Accident In Jamnagar: મતવા પાટીયા પાસે ટેન્કર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

જામનગર કાલાવાડ રોડ પર એક બાઇકને ટેન્કરે અડફેટે (Accident In Jamnagar) લેતા એક જ પરિવારના 3 લોકોના મોત થયાં છે. મૃતકો જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારના હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે.

મતવા પાટીયા પાસે ટેન્કર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
મતવા પાટીયા પાસે ટેન્કર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

By

Published : Apr 2, 2022, 3:56 PM IST

જામનગર: જામનગર-કાલાવડ ધોરીમાર્ગ (jamnagar kalavad highway) પર મતવા ગામના પાટીયા પાસે ત્રિપલ સવારીમાં બાઇક પર જઇ રહેલા પરિવારને ટેન્કરે ટક્કર (Accident In Jamnagar) મારતા ત્રણેય વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. બાઈકને પૂરઝડપે આવતા ટેન્કરે (Accident Between Bike And Tanker Truck) ટક્કર મારી હતી અને આ અકસ્માતમાં પતિ-પત્ની અને પુત્રને ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમના મોત થયા હતા.

અકસ્માતમાં પતિ-પત્ની અને પુત્રને ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમના મોત થયા હતા.

આ પણ વાંચો:A Family Missing In Jamnagar : આખા નિમાવત પરિવાર ગુમ મામલે વ્યાજખોરોની શંકા જતાવાઈ

ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત- બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોનો કબજો સંભાળી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. અરેરાટીજનકના બનાવની વિગત મુજબ, જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર આવેલા મતવા ગામના પાટીયા (matva village patiya)પાસેથી આજે સવારના સમયે જીજે-10-ડીએફ-1239 નંબરના બાઈક પર જતા પરિવારને પૂરઝડપે આવતા ટેન્કરચાલકે હડફેેટે લેતા ગમખ્વાર અકસ્માત (Accidents In Gujarat) થયો હતો. આ અકસ્માતમાં બાઈક પર બેસેલા મહિલા સહિત 3 વ્યકિતઓને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

આ પણ વાંચો:Murder case in Jamnagar: જામનગરમાં સાળી પર કરેલા હુમલાનો બનાવ હત્યામાં ફેરવાયો

મૃતકો જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારના-અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લોકો પણ એકઠાં થઈ ગયા હતાં. ત્યારબાદ પોલીસે 3 મૃતદેહનો કબજો મેળવી ઓળખ મેળવવા તપાસ હાથ ધરતા મૃતકો જામનગર શહેરના શંકરટેકરી વિસ્તાર (shankar tekri jamnagar)ના હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું હતું. પોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરી હતી. અકસ્માતમાં એક સાથે પતિ-પત્ની અને પુત્રના મોત થતાં પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details