- યુવતી અકસ્માત સર્જી ઘટના સ્થળેથી નાસી ગઈ
- શહેરમાં જુદી જુદી જગ્યાએ ઇલેક્ટ્રોનિક શો રૂમ ધરાવતા માલીકની પુત્રીએ અકસ્માત સર્જ્યો છે
- બાઈક ચાલક યુવકને યુવતીએ કાર અડફેટે લેતા દૂર સુધી ફંગોળાઇ ગયો
જામનગર: બાઈક ચાલક યુવકને યુવતીએ કાર અડફેટે લેતા દૂર સુધી ફંગોળાઇ ગયો હતો. ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક જામનગર ગુરુ ગોવિંદ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયો હતો. જોકે, અહીં ઇલેક્ટ્રોનિક શો રૂમના માલિક પણ પહોંચી ગયા હતા અને બાદમાં આ યુવકને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પણ તેની હાલત ગંભીર જણાતા આખરે યુવકને વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અહીં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો:ઇટાલી: કેબલ કારમાં બેસીને જોતા હતા નજારો, ત્યારે જ થયો મોટો અકસ્માત