- જામનગરમાં બાઈક ખાનગી બસ વચ્ચે અકસ્માત
- અકસ્માત પતિ ઇજાગ્રસ્ત પત્ની બાળકનો બચાવ
- ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા
જામનગરઃ જિલ્લામાં 7 રસ્તા પાસે પૂર ઝડપે આવી રહેલી ખાનગી બસ નીચે બાઈક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકને સામાન્ય ઇજા પહોંચી છે. જ્યારે બાઈક ચાલકને પત્ની અને બાળકનો ચમત્કારિક રીતે બચાવ થયો છે.
ખાનગી બસ અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, પતિ ઇજાગ્રસ્ત પત્ની બાળકનો ચમત્કારી બચાવ બાઈક સવાર દંપતીનો આબાદ બચાવ
જામનગરમાં 7 રસ્તા સર્કલ પાસે વાહનો ભારે અવર જવર થતી હોય છે. ખાસ કરીને અહીંથી ખાનગી બસોનો ધસારો વધુ જોવા મળતું હોય છે. જો કે સાંજના સમયે જામનગર શહેરમાં બાઈક પર જઈ રહેલા દંપતિનો અકસ્માત સર્જાયો હતો.
બાઈક ખાનગી બસ નીચે ઘુસી ગયુ
સમગ્ર અકસ્માતમાં બાઇક સવારને ઇજા પહોંચતા તેમને જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે નાનું બાળક અને બાઇક સવારની પત્ની નો ચમત્કારિક રીતે બચાવ થયો છે આમ અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટ્યા હતા.